ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત : આ વર્ષે ચૌદશે હોલિકા દહન, 14 મીએ રંગ પર્વ ધૂળેટી ઉજવાશે

Text To Speech
  • હોળાષ્ટક ઉતર્યા બાદ પણ શુભમુહૂર્ત ઓછા
  • ગુરૂવારે હોલિકા દહન થશે જયારે પૂનમને શુક્રવારે ધૂળેટી
  • હોળાષ્ટક તા.૧૪ને શુક્રવારે બપોરે ૧૨.૨૫ કલાકે પુર્ણ થશે

હોળાષ્ટકના પ્રારંભ સાથે હવે અંદાજિત બે માસ સુધી માંગલિક કાર્યોનો ધમધમાટ શમી જશે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પૂનમના બદલે ચૌદશને ગુરૂવારે હોલિકા દહન થશે જયારે પૂનમને શુક્રવારે ધૂળેટી ઉજવાશે.

હોળાષ્ટક તા.૧૪ને શુક્રવારે બપોરે ૧૨.૨૫ કલાકે પુર્ણ થશે

આજે ગુરૂવારે હોળાષ્ટક શરૂ થશે અને આગામી તા.૧૪ને શુક્રવારે બપોરે ૧૨.૨૫ કલાકે પુર્ણ થશે. શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર હોળાષ્ટકના દિવસથી માંગલિક કાર્ય કે શુભ કાર્ય કરવા ઉચિત ગણાતા ન હોય હોળાષ્ટકમાં ૧૬ સંસ્કાર વર્જય ગણાવવામાં આવે છે તેથી જ હોળાષ્ટકના સમયગાળામાં જપ, તપ, ગ્રહોની શાંતિ, જન્મ, નક્ષત્ર તથા યોગ શાંતિ, લઘુરુદ્ર, અભિષેક કથા અને ચંડીપાઠ સહિતના કાર્યોનો પ્રાચીન અને અર્વાચીન ધર્મસ્થાનકોમાં ધમધમાટ જામશે.

હોળાષ્ટક ઉતર્યા બાદ પણ શુભમુહૂર્ત ઓછા

લગ્ન, વાસ્તુપૂજન, જનોઈ, ભૂમિપૂજન તેમજ ઉદ્ધાટન જેવા માંગલિક કાર્યો કરવા ઉચિત માનવામાં આવતા નથી. જો કે, હોળાષ્ટક ઉતર્યા બાદ પણ શુભમુહૂર્ત ઓછા આવતા હોવાથી શુભ અને માંગલિક પ્રસંગોની તિવ્રતા ઘટશે.

આ પણ વાંચો: જાફરાબાદ નજીક વિફરેલી માનવભક્ષી સિંહણનાં બ્લડ સેમ્પલ લેવાયા

Back to top button