શેરબજાર ફરી તેજી: સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટીએ 22500નું લેવલ પાછું મેળવ્યું


નવી દિલ્હી, 6 માર્ચ: 2025: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતીય શેરબજાર સળંગ બીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આજે બીએસઇ સેન્સેક્સ 609.86 પોઈન્ટ (0.83%) ના વધારા સાથે 74,340.09 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 207.40 પોઈન્ટ (0.93%) વધીને 22,544.70 પોઈન્ટ પર બંધ થયો. સાર્વત્રિક સુધારાના પગલે રોકાણકારોની મૂડી આજે રૂ. 4.21 લાખ કરોડ વધી છે.
છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં ભારતીય શેરબજારે જબરદસ્ત વાપસી નોંધાવી છે. મંગળવારના 21,964 ના નીચલા સ્તરથી નિફ્ટી લગભગ 700 પોઈન્ટ વધ્યો છે. 2025 ની નબળી શરૂઆત પછી વ્યાપક બજારો પણ સુધરતા દેખાય છે. રિલાયન્સ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં 5 ટકા સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટીએ ફરી પાછી અતિ મહત્ત્વની 22500ની સપાટી પાછી મેળવી છે. આજે 207.40 પોઈન્ટ ઉછળી નિફ્ટી 22544.70 પર બંધ રહ્યો હતો.
રિલાયન્સ, એશિયન પેઈન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં 5 ટકા સુધી ઉછાળો નોંધાતાં નિફ્ટીએ ફરી પાછી અતિ મહત્ત્વની 22500ની સપાટી પાછી મેળવી છે. આજે 207.40 પોઈન્ટ ઉછળી નિફ્ટી 22544.70 પર બંધ રહ્યો હતો.
આ પણ વાંચો.।તો આ સંજોગોમાં બેન્કોનો નફો 12000 કરોડ ઘટી શકે છે!