કૈટરિના કૈફે સસુરાલ ગેંદા ફૂલ ગીત પર લગાવ્યા ઠુમકા, મિત્રના લગ્નમાં દિલ ખોલીને કર્યો ડાન્સ


- તાજેતરમાં કૈટરિના તેના મિત્રના લગ્નમાં ગઈ હતી, જ્યાં તેણે તેની ગર્લ ગેંગ સાથે પ્રખ્યાત ગીત ‘સસુરાલ ગેંદા ફૂલ’ પર એક ખાસ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું
HD ન્યુઝ ડેસ્કઃ લોકપ્રિય અભિનેત્રી કેટરિના કૈફના દરેક લુકના લોકો દિવાના છે. તેની ફિલ્મો હોય કે પાર્ટીમાં તેની એન્ટ્રી, કેટરિના કૈફનો મોહક અંદાજ દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. તાજેતરમાં તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે. તાજેતરમાં કૈટરિના તેના મિત્રના લગ્નમાં ગઈ હતી, જ્યાં તેણે તેની ગર્લ ગેંગ સાથે પ્રખ્યાત ગીત ‘સસુરાલ ગેંદા ફૂલ’ પર એક ખાસ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેનો ડાન્સ દરેક વ્યક્તિ જોતી જ રહી ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં કેટરિના કોર્સેટ લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. તે સસુરાલ ગેંદા ફૂલ ગીત પર સુંદર એક્સપ્રેશન આપી રહી છે. કૈટરિનાને આટલી અદાઓ સાથે ડાન્સ કરતા જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી છે કે તે ડાન્સ કરતી વખતે ખૂબ જ મજા માણી રહી છે. બીજાએ લખ્યું છે કે વિક્કી કૌશલે કેટરિના કૈફને મેળવીને જીવન જીતી લીધું છે. ઘણા લોકોએ તેના ડાન્સની પ્રશંસા કરી. લગ્નમાં કેટરિનાને ડાન્સ કરતી જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
આ પણ વાંચોઃ VIDEO/ અનુપમ ખેરે મહેશ ભટ્ટને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા, આલિયાના પિતા થયા ગુસ્સે