2000ની નોટોનો ઢગલો મળી ગયો? ઓડિશામાં ભ્રષ્ટ અધિકારીને ત્યાં દરોડામાં મળ્યો આટલો ખજાનો


ભુવનેશ્વર, 6 માર્ચ, 2025: છેવટે 2000ની નોટોનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. હકીકતે ઓડિશામાં એક ભ્રષ્ટ અધિકારીને ત્યાં વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા જેમાં 2000ની નોટો સહિત મોટી માત્રામાં રોકડ રકમ અને સોના-ચાંદીનો ખજાનો મળી આવ્યો છે.
અહેવાલ અનુસાર ઓડિશા વિજિલન્સ વિભાગે ગુરુવારે કટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) ના ડેપ્યુટી કમિશનર પ્રદીપ કુમાર મોહંતીના 9 સ્થળોએ અપ્રમાણસર સંપત્તિ (DA) કેસમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 2000 રૂપિયાની નોટોના બંડલ, સોના-ચાંદીના દાગીના અને મિલકત સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. અધિકારીઓને શંકા છે કે મહંતીએ પોતાના પદનો દૂરુપયોગ કરીને બેનામી સંપત્તિ મેળવી છે.
વિજિલન્સ વિભાગે ભુવનેશ્વર ઉપરાંત ખોરધા, પુરી, નયાગઢ તથા કટક સહિત કુલ નવ જગ્યાએ તપાસ ચલાવી હતી. દરોડ દરમિયાન રોકડ રકમના બંડલો, બેનામી સંપત્તિના દસ્તાવેજો તેમજ ઘરેણાં મળી આવ્યા છે. ઓડિશામાં અગાઉ પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં દરોડા પાડીને મોટી માત્રામાં બેનામી સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવેલી છે.
આ કેસમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે અને આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અહીં શું તકલીફ છે ભાઈ, ઉત્તરાખંડમાં ખર્ચ કરો ને? વિદેશમાં લગ્ન કરનારને PM મોદીની અપીલ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD