ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અહીં શું તકલીફ છે ભાઈ, ઉત્તરાખંડમાં ખર્ચ કરો ને? વિદેશમાં લગ્ન કરનારને PM મોદીની અપીલ

Text To Speech
  • હર્ષિલમાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ લોકોને સવાલ પૂછ્યો કે, અહીં શું તકલીફ છે, અહીં પૈસા ખર્ચ કરો ને. અગાઉ પણ વડાપ્રધાને ‘વેડ ઈન ઈન્ડિયા’ની અપીલ કરી હતી

6 માર્ચ, દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત હર્ષિલ પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​ફરી વિદેશમાં લગ્ન કરનારાઓને અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકો વિદેશના સ્થળોને વેડિંગ ડેસ્ટિનેશન બનાવે છે. જાહેર સભાને સંબોધતા તેમણે આવા લોકોને સવાલ પૂછ્યો કે, અહીં શું તકલીફ છે, અહીં પૈસા ખર્ચ કરો ને. મોદીએ કહ્યું કે મેં અગાઉ પણ ‘વેડ ઈન ઈન્ડિયા’ની અપીલ કરી હતી. તેમણે લગ્ન માટે ઉત્તરાખંડને પોતાની પસંદગી બનાવવા માટે પણ અપીલ કરી છે.

હર્ષિલની જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજકાલ લોકો લગ્ન કરવા માટે વિશ્વના વિવિધ દેશોમાં જાય છે. ભાઈ, અહીં શું વાંધો છે, પૈસા અહીં ખર્ચ કરો ને. ઉત્તરાખંડને ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન બનાવો. હું બધા લોકોને કહેવા માંગુ છું કે શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડને લગ્ન માટે પોતાનું ફેવરિટ ડેસ્ટિનેશન બનાવો. મોદીએ વધુમાં કહ્યું કે આપણા દેશમાં લગ્નો પર હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. તમને યાદ હશે કે મેં લોકોને ભારતમાં લગ્ન કરવાની વિનંતી કરી હતી. ભારતમાં લગ્ન કરો. તેમણે વધુમાં કહ્યું કે હું ઈચ્છું છું કે ભારતના લોકો શિયાળામાં લગ્ન માટે ઉત્તરાખંડને પ્રાથમિકતા આપે. આ સાથે તેમણે શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડમાં શૂટિંગ માટે ફિલ્મ નિર્માતાઓને પણ આમંત્રણ આપ્યું છે.

અહીં શું તકલીફ છે ભાઈ, ઉત્તરાખંડમાં ખર્ચ કરો ને? વિદેશમાં લગ્ન કરનારાઓને PM મોદીની અપીલ hum dekhenge news

ઉત્તરાખંડમાં પ્રવાસન સંભાવના અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દાયકામાં ઉત્તરાખંડમાં પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 2014 પહેલા દર વર્ષે સરેરાશ 18 લાખ યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જતા હતા. હવે દર વર્ષે લગભગ 50 લાખ યાત્રાળુઓ આવવા લાગ્યા છે. આ વર્ષના બજેટમાં 50 પ્રવાસન સ્થળો વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સ્થળોએ હોટલોને માળખાગત સુવિધાનો દરજ્જો આપવામાં આવશે. તેનાથી પ્રવાસીઓ માટે સુવિધાઓ વધશે અને સ્થાનિક રોજગારમાં પણ વધારો થશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી વિદેશમંત્રી એસ. જયશંકરેઃ જુઓ વીડિયો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button