કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરને ગોળી વાગી, ઘરેણાં કાઢવા જતાં અચાનક બંદૂક નીચે પડી ને ફાયરિંગ થયું

Text To Speech

રાજકોટ, 06 માર્ચ 2025: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે. જ્યાં ભાજપના મહિલા કોર્પોરેટરના પગમાં ગોળી વાગી ગઈ છે. જો કે આ ઘટના અકસ્માતે થઈ હોવાનું કહેવાય છે. ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી છે. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા અચાનક ફાયરિંગ થયં અને પગમાં ગોળી વાગી ગઈ, આ ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે ગોળી વાગતા દોડધામ મચી ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણાં કાઢતા હતા, તે સમયે પતિનું લાયસન્સવાળી બંદૂક નીચે પડતા અચાનક તેમાંથી ફાયરિંગ થયું હતું.

અકસ્માતે છૂટેલી ગોળી અનિતા બેનના પગમાં વાગી હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે હવે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં થયો વધારો, ખરીદતા પહેલા જાણી લો આજના લેટેસ્ટ ભાવ

Back to top button