ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાખંડના હર્ષિલમાં પહોંચ્યા પીએમ મોદી, મુખીમઠમાં મા ગંગાની પૂજા અર્ચના કરી

ઉત્તરાખંડ, 06 માર્ચ 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 6 માર્ચના રોજ ઉત્તરાખંડની મુલાકાતે છે. અહીં પીએમ મોદીએ મુખવામાં આવેલા મુખીમઠમાં મા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ પર પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ સવારે 10.40 વાગ્યે એક પગપાળા યાત્રા અને બાઈક રેલીને લીલીઝંડી બતાવશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમને સંબોધન કરશે.

શીતકાલીન પર્યટન કાર્યક્રમ શરુ

અહીં ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શીતકાલીન પર્યટન કાર્યક્રમ શરુ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાખ અને બદરીનાથના શીતકાલીન સ્થળોની યાત્રા કરી ચુક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ધાર્મિક પર્યટનનો પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થવ્યવસ્થા, હોમસ્ટે સહિત પર્યટન વ્યવસાયોને વધારવાનો છે.

આ મુલાકાત અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત હતી

પીએમ મોદીની આ મુલાકાત અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત હતી. જોકે, હવામાન અને અન્ય કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની આજની મુલાકાત સંદર્ભે, જિલ્લા વહીવટીતંત્રે હર્ષિલમાં પ્રસ્તાવિત જાહેર સભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેમાં મુખવામાં ગંગા મંદિરમાં પૂજાનો પણ સમાવેશ થાય છે. મુખવામાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે ગામના મુખ્ય રસ્તાઓ અને ચોકને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.

મુખવા ગામ હર્ષિલથી 2 કિમી દૂર છે.

મુખવા ગામ હર્ષિલથી 2 કિમી દૂર આવેલું છે, જે ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 75 કિમી દૂર છે. મુખવાને મા ગંગાનું શિયાળુ નિવાસસ્થાન કહેવામાં આવે છે, જ્યાં ગંગોત્રી ધામના યાત્રાળુ પુજારીઓ સહિત લગભગ 450 પરિવારો રહે છે. ગંગોત્રી ધામના દરવાજા બંધ થયા પછી, શિયાળા દરમિયાન 6 મહિના માટે માતા ગંગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મુખવા ગામમાં ૬ મહિના દરમિયાન ખૂબ જ ધમાલ હોય છે. દરવાજા ખુલ્યા પછી, આખું ગામ ગંગા ભોગ મૂર્તિ સાથે ભવ્ય વિદાય કાર્યક્રમ સાથે ગંગોત્રી પહોંચે છે.

આ પણ વાંચો: અમદાવાદ: રિલ્સ બનાવવાના ચક્કરમાં 3 યુવકો સાથે સ્કોર્પિયો ગાડી ફતેહવાડી કેનાલમાં ખાબકી

Back to top button