ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાવધાન: ગુજરાતમાં અહીંથી ઝડપાયો મોટા પાયે નકલી પનીર અને કપાસીયા તેલનો જથ્થો

Text To Speech

કડી, 06 માર્ચ 2025: મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલનો જથ્થો પકડાયો “ આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલનો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે, તે જપ્ત કરવામાં આવેલ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે, તા: ૦૪-૦૩-૨૦૨૫ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવ્યું હતું. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમુનો લેવામાં આવેલો અને પનીરનો બાકીનો ૨૩૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે, જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; ⁠હોટલ સહયોગ, વિરમગામ; ⁠મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ; ⁠આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને ⁠હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટેલોમાં આશરે રુ. ૨૪૦ પ્રતિ કિગ્રાના દરે વેચાતો હતો.

કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ ૧૬૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૨.૩૦ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

આ પણ વાંચો: IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત VS ન્યૂઝીલેન્ડ, જાણો બંને ટીમમાં કોણ છે માથાભારે? આંકડા જોશો તો સમજાઈ જશે

Back to top button