ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાયો યુવક, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.1.35 કરોડથી વધુ

Text To Speech
  • તળાજા પોલીસ સ્ટેશનની હદમાંખથી એક શખ્સની ધરપકડ કરાઇ
  • ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા નેટવર્ક અંગે પોલીસે તપાસ હાથ ધરી
  • એમ્બરગ્રીસની પ્રામાણિકતા માટે ફોરેન્સિક તપાસમાં મોલકવામાં આવ્યું

ગુજરાતના ભાવનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તળાજા પોલીસ સ્ટેશનની હદમાંખથી એક શખ્સની 1.358 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલ્ટી) સાથે ઝડપી લેવાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ દુર્લભ પદાર્થની કિંમત 1.35 કરોડથી વધુ છે અને તેના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા નેટવર્ક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LCB દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

LCB દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ પકડાયેલા એમ્બરગ્રીસની પ્રામાણિકતા માટે ફોરેન્સિક તપાસમાં મોલકવામાં આવ્યું છે. જેનાથી જાણ થશે કે, આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીનું છે કે નહીં? આ સિવાય આ પદાર્થ ક્યાંથી લવાયો અને કોને આપવાનો હતો તેમજ આ વેપારમાં કેટલાં લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે તપાસ બાદ હજુ અન્ય લોકોની ધરપકડ થવાની સંભાવના છે. હાલ, પોલીસ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે.

જાણો શું છે એમ્બરગ્રીસ

એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે, જે સ્પર્મ વ્હેલ (શુક્કર માછલી) ના પાચનતંત્રમાં બને છે. અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે. થોડા સમય બાદ તેમાં એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં કરવામાં આવે છે. નોંધનીય છે કે, વિશ્વની પ્રખ્યાત પરફ્યુમ બ્રાન્ડ જેમ કે, Chanel, Dior, Creed અને Clive Christian ના ઉત્પાદનમાં આ એમ્બરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સિવિલ જજ, JMFCની ભરતી પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

Back to top button