ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ: સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો, રોકાણકારોને રાહત

Text To Speech

નવી દિલ્હી, 5 માર્ચ: 2025: ૧૦ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 740 પોઈન્ટથી વધુ વધીને 73730 ની નજીક પહોંચ્યો. જ્યારે નિફ્ટી 254 પોઈન્ટના વધારા સાથે 22337 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદમાં 2 એપ્રિલથી ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગે છે. ટૂંકમાં, અમેરિકા હવે ભારત પર એટલો જ ટેક્સ લાદશે જેટલો ભારત ટેક્સ લાદે છે.

ભારતીય શેરબજારમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી, 26 શેરોમાં શાનદાર વધારો જોવા મળ્યો છે, જ્યારે 4 શેરોમાં ઘટાડો રહ્યો છે. પાવર ગ્રીડ, અદાણી પોર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને NTPCના શેરમાં સૌથી વધુ 4 ટકાનો વધારો થયો. ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાના 5 મુખ્ય કારણો છે.

આજે શેરબજાર કેમ વધ્યું?
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે સંકેત આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર કેટલાક ટેરિફમાં રાહત આપી શકે છે. ખાસ કરીને કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર કર રાહત મળી શકે છે. આનાથી વૈશ્વિક બજારનું વલણ બદલાયું છે, જેના કારણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી છે. ટ્રમ્પની નીતિઓ વચ્ચે ચીને રાહત પેકેજની જાહેરાત કરી હોવાથી આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી છે. આ કારણે ચીની અને જાપાની બજારોમાં તેજી જોવા મળી. આવી સ્થિતિમાં, ભારતીય બજાર પણ સકારાત્મક રહ્યું.

આ પણ વાંચો..ટેક્સ ચોર સાવધાન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઇમેઇલ્સ તપાસશે આવકવેરા વિભાગ

Back to top button