ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પહેલાં શહેરને BJPના નવા પ્રમુખ મળી જશે

Text To Speech
  • આગામી 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા છે
  • ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ છે
  • સુરત શહેર પ્રમુખ માટે 65 લોકોએ દાવેદારી કરી છે

આગામી 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા છે. વડાપ્રધાનના સુરત આગમન વખતે શહેર ભાજપના નવા પ્રમુખ જોવા મળે તેવી પુરેપુરી શક્યતા છે. આજે વહેલી સવારે ગુજરાતના વિવિધ શહેર અને જિલ્લાના પ્રભારી-ક્લસ્ટર અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ વચ્ચે વર્ચુઅલ થયેલી બેઠકમાં મોટા ભાગે ગુરુવારે શહેર જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી દેવા માટે તૈયારી થઈ રહી છે.

શહેર અને જિલ્લાના પ્રમુખ માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પણ પુરી થઈ

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ પુરો થયા બાદ નવા પ્રમુખ માટે અનેક વખત અટકળો ચાલી હતી. તેની સાથે સાથે સુરત સહિત ગુજરાતના તમામ શહેર અને જિલ્લાના પ્રમુખ માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે છતાં પ્રમુખના નામ જાહેર કરવામા આવ્યા નથી તેથી અનેક અટકળો થઈ રહી છે. સુરતમાં પણ પ્રમુખ માટે અનેક અટકળો ચાલી રહી છે. સુરત શહેર પ્રમુખ માટે 65 લોકોએ દાવેદારી કરી છે તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ છે

હવે આજે સવારે સુરત સહિત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને ક્લસ્ટર અધિકારી-પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ છે તેના આધારે પ્રમુખના નામના કવર બનાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રમુખના નામ કવરમાં સીલ કરી દેવામા આવ્યા છે. ગુરૂવારે સાંજ સુધીમાં જિલ્લાના પ્રભારી-ક્લસ્ટર આ બંધ કવર જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ, ડાંગ તાપી જિલ્લા માટે જનક બગદાણાવાળા બંધ કવર લઈ જશે અને પ્રમુખના નામની જાહેરાત કરશે.

Back to top button