આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

રેસિપ્રોકલ ટેરિફ શબ્દનો અર્થ શું? ભારત પર 2 એપ્રિલથી લાગુ પડશે

નવી દિલ્હી, 5 માર્ચઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવાર સવારમાં ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સાંસદે (કોંગ્રેસ) સંબોધિત કરતા જણાવ્યું હતુ કે ભારત આપણી પાસેથી 100 ટકા વધુ ટેરિફ વસૂલે છે, ત્યારે આપણે આગામી મહિને તેવુ કરવા જઇ રહ્યા છીએ. એટલે કે 2 એપ્રિલથી ભારતીય પ્રોડક્ટ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ નીતિ લાગુ કરાશે.  પોતાના 1 કલાક 44 મિનીટના ભાષણાં ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમણે 43 દિવસોમાં જે કર્યુ તે કોઇ સરકારે પોતાના 4 કે 8 વર્ષના કાર્યકાળામાં કર્યુ નથી. ચાલુ જાણીએ આખરે રેસિપ્રોકલ શબ્દનો અર્થ શુ થાય છે અને આ કોઇ દેશ બીજા દેશ પર ક્યારે લાદે છે.

રેસિપ્રોકલ ટેરિફ શું છે?

રેસિપ્રોકલનો અર્થ છે પ્રતિશોધનાત્મક. એટલે કે જેવાની સાથે તેવું કરવાની નીતિ. રેસિપ્રોકલટેરિફ એક એવો કર કે વેપાર પ્રતિબંધ છે જે એક દેશ બીજા દેશ પર ત્યારે લગાવે છે જ્યારે તે દેશ પણ તેવો કર કે પ્રતિબંધ પેલા દેશ પર લગાવે છે, એટલે કે એક દેશ બીજા દેશના માલ પર 100 ટકા કર લાદે છે, તો બીજો દેશ પણ એવો કર લગાવી શકે છે. તેનો હેતુ વેપારમાં સંતુલન લાવવાનો છે.

રેસિપ્રોકલ ટેરિફનો હેતુ શું છે?

વ્યાપાર સંતુલન જે સુનિશ્ચિત કરે છે કે કોઇ દેશ બીજા દેશના માલ પર વધુ કર ન લગાવે. તેનાથી સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ મળે છે. વિદેશી સામાન મોંઘા થવાથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થાય છે. તેમજ કેટલીક વાર દેશ તેનો વાતચીતમાં ઉપયોગ કરે છે જેથી બીજો દેશ કર ઓછો કરે

રેસિપ્રોકલ ટેરિફથી શુ નુકસાન થાય છે?

આ પ્રકારનો કર લાદવાથી બે દેશ વચ્ચે કે વેપાર યુદ્ધની ભીતિ રહેલી છે. વિદેશી માલ મોંઘો થવાથી ઉપભોક્તાઓને નુકસાન થાય છે. વ્યાપાર યુદ્ધથી વૈશ્વિક જરૂરિયાતનો પુરવઠાને અસર થાય છે.

રેસિપ્રોકલ ટેરિફનો ઇતિહાસ

રેસિપ્રોકલ ટેરિફ 19મી સદીમાં ઉદભવ્યો હતો. 1860માં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે કોબડેન-શેવેલિયર સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેનાથી ટેરિફમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ 1930ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સે સ્મૂટ-હોલી ટેરિફ એક્ટ લાગુ કર્યો હતો, જેના કારણે વૈશ્વિક વેપાર પર અસર પડી અને મહામંદી વધુ વણસી હતી. તાજેતરમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો પર ટેરિફ લાદ્યા હતા, જેનો જવાબ તે દેશોએ અમેરિકન માલ પર ટેરિફ લાદીને આપ્યો હતો.

આ પણ વાંચોઃ તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે થયું બ્રેકઅપ, ઇન્સટાગ્રામ પરથી ફોટો હટાવ્યા

Back to top button