US અને EUને વેપાર નીતિથી ભારતની નિકાસ ખોરવાશે


નવી દિલ્હી, 5 માર્ચઃ ભારતીય નિકાસકારો અમેરિકા અને યુરોપીય સંઘની આક્રમક વેપાર નીતિને કારણે નિકાસ પર વધી રહેલા સંકટનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના આયાત ટેરિફ વધારવાના નિર્ણયથી અને CHIPS કાયદા જેવા પહેલને કારમે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએપટી)ના વડા સંતોષ સારંગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવે ભારત પણ વ્યાપક ધોરણે વેપારી અને ઔદ્યોગિક નીતિની સમીક્ષા કરે તે જરૂરી છે.
એપ્રિલની શરૂઆતથી ભારત સહિતના વ્યાપારી ભાગીદારો પર પારસ્પરિક ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવથી ઓટોથી લઈને કૃષિ સુધીના ક્ષેત્રોમાં નિકાસને કારણે ભારતીય નિકાસકારો ચિંતામાં મુકાયા છે, સિટી રિસર્ચ વિશ્લેષકોએ વાર્ષિક આશરે 7 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ લગાવ્યો છે.
નોંધનીય છે કે ટ્રમ્પના આયોજિત ટેરિફ પગલાં પહેલા, ભારતના વેપાર મંત્રી પીયૂષ ગોયલ વ્યાપારની વાતચીત કરવા માટે અમેરિકાના પ્રવાસે ગયા હતા.
વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં મર્યાદિત એકીકરણ, કાચા માલ પર ઊંચા આયાત ટેરિફ અને ચોક્કસ ઉત્પાદન ક્ષેત્રોમાં તકનીકી ગેરફાયદા ભારતની નિકાસ મહત્વાકાંક્ષાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે, એમ સારંગીએ વર્ચ્યુઅલ સંબોધનમાં વ્યાપાર અગ્રણીઓને જણાવ્યું હતું.
“ભારતને 2030/31 સુધીમાં કુલ નિકાસમાં 2 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વાર્ષિક સરેરાશ 14.4 ટકાની વૃદ્ધિની જરૂર છે,” તેમણે આ લક્ષ્યને “ભયાનક” ગણાવ્યું છે કારણ કે છેલ્લા દાયકામાં માલ અને સેવાઓની કુલ નિકાસ વાર્ષિક સરેરાશ માત્ર 5.2 ટકાના દરે વધી છે.
2024/25 નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં જાન્યુઆરી સુધીમાં કુલ નિકાસ વધીને 682.59 અબજ ડોલરની થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 7.2 ટકા વધીને 636.69 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 770 અબજ ડોલરની થઈ ગઈ છે, જેના કારણે વેપાર ખાધ 87.47 અબજ ડોલરની થઈ છે, એમ વાણિજ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે.
યુરોપિયન યુનિયનનો કાર્બન કર અને રક્ષણાત્મક નોન-ટેરિફ પગલાંનો વધતો ઉપયોગ પણ ભારતીય નિકાસને નુકસાન પહોંચાડી રહ્યો છે, એમ સારંગીએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અકસ્માતની ગોઝારી ઘટના: કચ્છના સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર 7 વાહનો વચ્ચે અકસ્માત