વિશેષ

ભારતની ઓલા ઇલેક્ટ્રિક રોજગારીમાં ઘટાડો કરશે, 1000 લોકોની રોજી છીનવાશે

Text To Speech

નવી દિલ્હી, 5 માર્ચઃ ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિકએ જણાવ્યું હતુ કે પુનઃરચના અને ઓટોમેશનના ભાગરૂપે કેટલીક ભૂમિકાઓમાં ઘટાડો કરવા જઇ રહી છે, એક રિપોર્ટ અનુસાર કંપની જ્યારે નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે તે આશરે 1,000 કર્માચારીઓની છટણી કરશે.

ઓલાએ હાલમાં સારા માર્જિન આપતી ફ્રંટ એન્ડ ઓપરેશન્સની પુનર્રચના અને ઓટોમેટેડ કર્યા છે, જેમાં ખર્ચ ઘટાડવામાં આવ્યો છે અને ગ્રાહકોના અનુભવમાં વધારો કરવામાં આવ્યો છે, તેની સાથે વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય તે માટે અસંખ્ય લોકોને છુટા કરવામાં આવશે એમ ઓલાના પ્રવક્તાએ એક એજન્સીને માહિતી આપતા જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ઓલા ઇલેક્ટ્રિકના આ પગલાંથી ઓછામાં ઓછા 1000 જેટલા કર્મચારીઓની રોજી છીનવાશે, જેમાં કોન્ટ્રેક્ટ કામદારો અને અસંખ્ય વિભાગો જેમ કે પ્રોક્યોરમેન્ટ, ફુલફિલમેન્ટ, કસ્ટમર રિલેશન્સ અને ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

ઓલાના શોરૂમમાં ફ્ર્રંટ એન્ડ વેચાણો, સર્વિસ અને વેરહાઉસ અને સર્વિસ સેન્ટરના સ્ટાફને લે-ઓફ આપી દેવાયુ છે. ઓલા દ્વારા છેલ્લા પાંચ મહિનાઓમાં લે-ઓફનો બીજો રાઉન્ડ હશે, કેમ કે કંપની નફો હાંસલ કરવા માટે વધુ પડતા ખર્ચાઓ, ઘટી રહેલી માંગ અને ગ્રાહકોને આકર્ષવા માટે અપાતા મોટા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નોંધનીય છે કે ઓલાએ ગત નવેમ્બરમાં 500 કર્મચારીઓને છુટા કર્યા હતા અને 31 ડિેસેમ્બરના રોજ તેના કર્મચારીઓની સંખ્યા 3,824 હતી, જે 2023ની તુલનામાં 1.8 ટકા ઓછી હતી એમ અહેવાલો જણાવે છે. દરમિયાનમાં ઓલાના શેર ભાવ તેના ઓગસ્ટમાં જાહેર ભરણાની તુલનામાં 40 ટકા જેટલો ઘટી ગયો છે.

આ પણ વાંચોઃ નેવિગેશને ખોટો રસ્તો બતાવ્યો, આગળ 30 ફૂટ ઉંડી ગટર; પછી શું થયું? જાણો

Back to top button