ગોલ્ડ પરની ટેરિફ વેલ્યુ 10 ગ્રામદીઠ ઘટાડીને 910 ડોલર નિર્ધારિત કરાઇ


નવી દિલ્હી, 5 માર્ચઃ વેચવાલીનું દબાણ અનુભવ્યા બાદ ભારત સરકાર દ્વારા ગોલ્ડ પરની ટેરિફ વેલ્યુ 10 ગ્રામદીઠ ઘટાડીને રૂ. 927 ડોલર નિર્ધારિત કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા ગોલ્ડ પરની આયાત કિંમતમાં 10 ગ્રામદીઠ 41 ડોલરનો વધારો કરીને 10 ગ્રામદીઠ 938 ડોલર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આયાત કરવામાં આવતા ગોલ્ડ પરની જકાતની ગણતરી માટે સરકાર દ્વારા નિર્ધારિત બેઝ કિંમત એટલે ગોલ્ડ પરની આયાત ટેરિફ કિંમત છે. જેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને બજારના પરિમાણો આધારિત તેને એડજસ્ટ કરવામાં આવે છે.
ગોલ્ડ ઉપરાંત સિલ્વરની આયાત કિંમતમાં પણ કિલોગ્રામદીઠ 18 ડોલરનો ઘટાડો કરીને કિલોગ્રાદીઠ 1,025 ડોલર કરવામાં આવી છે. સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં સિલ્વર પર બેઝ આયાત કિંમત કિલોગ્રામદીઠ 42 ડોલરનો વધારો કરવામાં આવ્યો હતો.
સરકાર આ બાબતે વખતો વખત સમીક્ષા કરે છે અને ગોલ્ડ અને સિલ્વર પર દર પખવાડીયે આયાત ટેરિફ કિંમતમાં સુધારો કરે છે, જે ગોલ્ડ અને સિલ્વરની આયાતના મૂલ્ય માટે એક બેઝ નક્કી કરે છે અને આયાત જકાત નક્કી કરે છે.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ સમય માટે વ્યાજ દર ઊંચા સ્તરે રાખવામાં આવશે તેવી ધારણાને પગલે ગઇકાલે ગોલ્ડની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઔસદીઠ 2,897 ડોલરના સ્તરે હતી. ઊંચી યીલ્ડ આપતી ડોલર જેવી મિલકતની તુલનામાં યીલ્ડ નહી આપતી ગોલ્ડ જેવી મિલકતો વ્યાજ દર દબાણ મુકે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રક્ષણાત્મક નીતિઓની ચિંતા ધીમે ધીમે વૈશ્વિક વેપાર યુદ્ધ તરફ દોરાઇ જવાની શક્યતા છે ત્યારે રોકાણકારો જોખમ મિલકતો વિશે ભારે સાવચેત રહેવાની આવશ્યકતા છે.
આ પણ વાંચોઃ ચીનનો વળતો ઘાઃ અમેરિકન એગ્રીકલ્ચર પર 10-15 ટકા આયાત લેવી લાદી