આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ચીનનો વળતો ઘાઃ અમેરિકન એગ્રીકલ્ચર પર 10-15 ટકા આયાત લેવી લાદી

Text To Speech

બિજીંગ, 5 માર્ચઃ અમેરિકા નવનિયુક્ત ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા વિવિધ દેશોપર ટેરિફ લાદવાના આડેધડ નિર્ણયો સામે ચીને પણ વળતો ઘા કર્યો છે. જે અનુસાર ચીને 21 અબજ ડોલરની કૃષિ અને ખાદ્ય પેદાશોને આવરી લેતી ચીજો પર આયાત જકાતમાં વધારો કર્યો છે. ચીન દ્વારા અમેરિકા દ્વારા કરવામાં આવતી કૃષિ નિકાસ પર 10 ટકાથી 15 ટકા જકાત લાદીને ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે. જેનાથી 21 અબજ ડોલરની નિકાસને ધક્કો પહોંચશે. આ સાથે અમેરિકામાં ફૂગાવો વધવાની પણ શક્યતા સેવાય છે.

આ સાથે કેનેડાએ પણ અમેરિકાની ચીજો પર 25 ટકા ટેરિફની ઘોષણા કરી છે. અમેરિકી ચીજો પર ટેરિફની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મેકિસ્કો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાની એનર્જી પ્રોડક્ટ્સ પર 10 ટકા વધારાની ટેરિફ લગાવવામાં આવી છે, જ્યારે ચીન પર અમેરિકાએ ટેરિફને બમણી કરીને 20 ટકા કરી છે.

ચીનના નાણાં મંત્રાલયે આપેલા એક નિવેદન અનુસાર વધારાની ટેરિફ 10 માર્ચથી લાગુ થશે. ચીને અમેરિકી કંપીઓ પર નિકાસ અને રોકાણ પર પણ પ્રતિબંધ મુક્યો છે. ચીન 10 માર્ચથી અમેરિકી ચીકન, ઘઉં, મકાઇ અને કપાસ પર 15 ટકા વધારાની ટેરિફ લાદશે અને અમેરિકા સોયાબીન, જુવાર, બીફ, સી પ્રોડક્ટ્સ, ફળ શાકભાજી અને ડેરી પ્રોડક્ટની આયાત પર 10 ટકા ટેરિફ લગાવશે.

હકીકતમાં અમેરિકાએ પોતાના દેશમાં ડ્રગને નિયંત્રણમાં લાવવા માટે ચીનની ટેરિફને બમણી કરી છે, અમેરિકાનું કહેવુ છે કે ચીન ફેંટેનાઇલ પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ પૂરા પાડે છે, જ્યારે સામે ચીને  આરોપોનું ખંડન કર્યુ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતુ કે અમેરિકાએ એક તરફી ટેરિફ વધારો વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને ચીન અને અમેરિકાની વચ્ચે આર્થિક અને વ્યાપર સહયોગના આધારને નબળો બનાવે છે. ચીન પોતાના કાયદેસરના અને હિતોની રક્ષા કરશે.

આ પણ વાંચોઃ શોકિંગ: નવા નવા પરણેલા વરરાજાને દુલ્હને સરપ્રાઈઝ આપી, સુહાગરાતના બે દિવસ બાદ બાળકને જન્મ આપ્યો

Back to top button