વારંવાર ફ્લોપ રહેવા છતાં પંતની જગ્યાએ KL રાહુલને જ કેમ મોકો મળે છે? ગૌતમ ગંભીરે રહસ્ય ખોલી દીધું


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈંડિયા બે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ઋષભ પંત સાથે ઉતરી છે. જો કે હજુ સુધી એક પણ પ્લેઈંગ ઈલેવનમાં પંતને રમવાનો મોકો મળ્યો નથી. ચારેય મેચમાં કપ્તાન અને કોચે કેએલ રાહુલ પર જ વિશ્વાસ મુક્યો. તેને લઈને ફેન્સના મનમાં પણ ઘણા સવાલો થઈ રહ્યા હતા કે આખરે પંતને એક પણ મેચમાં મોકો કેમ નથી મળતો. તેને લઈને હવે ટીમ ઈંડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી દીધી છે કે આખરે પંતની જગ્યાએ રાહુલને કેમ ટીમ ઈંડિયામાં રાખવામાં આવે છે.
પંત નહીં રાહુલ ટીમ ઈંડિયાની પહેલી પસંદ
સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈંડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કેએલ રાહુલને લઈને કહ્યું કે, કેએલની વન ડે ક્રિકેટમાં એવરેજ 50ની છે. આ જ જવાબ છે. મને કોઈની ચિંતા નથી કે લોકો તેના વિશે શું કહે છે, તેઓ તેના વિશે શું વાત કરે છે. શું તેની પાસે કોઈ એજન્ડા છે. મારું કામ 140 કરોડ ભારતીયો અને ડ્રેસિંગ રુમમાં ખેલાડીઓ સાથે ઈમાનદાર રહેવાનું છે.
કેએલ રાહુલે સેમીફાઈનલમાં શાનદાર ઈનિંગ્સ રમી
સેમીફાઈનલમાં આમ તો વિરાટ કોહલીએ સૌથી વધારે 84 રનની ઈનિંગ્સ રમી, પણ કોહલીની વિકેટ પડી ગયા બાદ એક સમયે ભારતીય ચાહકોના ધબકારા વધી ગયા હતા. તો વળી બીજી તરફ બેટિંગ કરી રહેલા કેએલ રાહુલના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
રાહુલ ટીમ ઈંડિયાને જીતાડીને જ મેદાનમાંથી બહાર જવા માગતો હતો અને તેણે આવું કર્યું પણ ખરું. સીમેફાઈનલમાં કેએલ રાહુલે 34 બોલ પર 42 રનની નોટઆઉટ ઈનિંગ્સ રમી. પોતાની આ ઈનિંગ્સ દરમ્યાન રાહુલે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. તેની સાથે જ રાહુલનું વિકેટકીપિંગ પણ ખૂબ જ સારુ છે.
આ પણ વાંચો: ખુશખબર: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓને મળશે હોળીની ગિફ્ટ, સેલરીમાં થઈ શકે છે મોટો વધારો