ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ખુશખબર: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓને મળશે હોળીની ગિફ્ટ, સેલરીમાં થઈ શકે છે મોટો વધારો

Text To Speech

DA Hike Latest Updates: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓને ફરી એક વાર સેલરી વધવાની ગિફ્ટ મળી શકે છે. કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થા વધારવાનો નિર્ણય લઈ શકે છે. તેની જાહેરાત હોળી પહેલા થઈ શકે છે. જે અંતર્ગત કર્મચારીઓ અને પેન્શનધારકોની સેલરી વધી શકે છે. આ હોળીની મોટી ગિફ્ટ હશે.

જો કે, સરકાર તરફથી તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પણ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થાના વધારાની ગિફ્ટ મળી શકે છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં સંશોધનની ઘોષણા કરવા માટે તૈયાર છે. આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચના રોજ છે અને 14 તારીખથી પહેલા મોંઘવારી ભથ્થા પર મોટી અપડેટ આવી શકે છે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની આશા

અહીં ઉલ્લેખનિય છે કે, સાતમા પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સંશોધન થાય છે. પહેલું સંશોધન 1 જાન્યુઆરીથી લાગૂ થાય છે, જ્યારે બીજું સંશોધન 1 જૂલાઈથી લાગૂ થાય છે. જો કે મોંઘવારી ભથ્થામાં વધારાની ઘોષણા માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં થાય છે. પણ તેને લાગૂ એક જાન્યુઆરી અને અએક જૂલાઈના રોજ થાય છે.

માર્ચનો મહિનો ચાલી રહ્યો છે અને વર્ષ 2025માં મોંઘવારી ભથ્થામાં થનારા બદલાવની ઘોષણા હવે કોઈ પણ સમયે થઈ શકે છે. મોદી કેબિનેટની બેઠક થવાની છે અને 3 ટકા મોંઘવારી ભથ્થું વધવાની આશા છે. જો મોંઘવારી ભથ્થુ વધે તો એક જૂલાઈથી સંશોધન લાગૂ થશે. એન્ટ્રી લેવલથી લઈને મોટા પદ પર બેઠેલા કર્મચારીઓની સેલરી વધી જશે. 18000 રુપિયા બેસિક સેલરી છે, તો 540 રુપિયા દર મહિને વધી જશે.

વધારા બાદ કેટલું મળશે ભથ્થું

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, જો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થાય તો લગભગ 56.98 ટકા મોંઘવારી ભથ્થું મળશે. માર્ચ 2025માં મોંઘવારી ભથ્થા માટે કેન્દ્ર સરકાર જૂલાઈ-ડિસેમ્બર 2024ના આંકડાના આધાર પર ડીએની ગણતરી કરશે.

ગત વર્ષે કેટલું વધ્યું હતું ભથ્થું

રિપોર્ટ અનુસાર, માર્ચ 2024માં સરકારે 4 ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થામાં 50 ટકા કરી દીધું હતું. ઓક્ટોબર 2024માં 3 ટકા વધારીને 53 ટકા કરી દીધું હતું.

આ પણ વાંચો: 14.8 કિલો સોનાની સ્મગલિંગ કરતી કર્ણાટકના DGPની દીકરી રાન્યા રાવ રંગેહાથ ઝડપાઈ

Back to top button