ગુજરાતના આ શહેરમાં 7 માર્ચના રોજ આવશે PM Modi, જાણો શું છે કાર્યક્રમ


- તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરુ
- સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
- વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે
આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરુ કરી દીધી છે.
વડાપ્રધાનના કાર્યક્રમ હોય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો
સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે. તો બીજી તરફ તંત્ર સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આગામી 7મી માર્ચના રોજ સુરતમાં લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે તેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે 7 મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 50 હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવશે.
વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે
લિંબાયતના હેલિપેડથી નીલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શો માટે આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે ભાજપ શાસકોએ પાલિકા અને તંત્ર સાથે મળીને સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે ત્રીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.
આ પણ વાંચો: અમદાવાદ : તમે પણ રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ