અમદાવાદ : તમે પણ રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ


- હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે
- રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે
- હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે
રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, રોડ પર હોલિકા દહનના કારણે રોડને નુકસાન પહોંચે છે. તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.
રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમાનુસાર, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટ અને રેતી આપવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટ અને રેતી પાથરવાની રહેશે.
હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે
આ પ્રકારે હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે. નોંધનીય છે કે, આ રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે. જે પ્રમાણે સોસાયટી દ્વારા માંગ કરવામાં આવશે તે પ્રમાણે તેમને રેતી-ઈંટોનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે, જાણો કયાં પડશે કાળઝાળ તાપ