સુરત: સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ: પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીના લગાવ્યા આક્ષેપ


સુરત, 4 માર્ચ, 2025: સુરતની નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ કરાયા છે. ડોક્ટરની બેદરકારીના કારણે પરિવારે 17 વર્ષનો યુવક ગુમાવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તબીબે ખોટી દવા કરી હોવાથી યુવકનું મૃત્યુ થયું છે. આક્ષેપ સાથે પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો આ કેસમાં તબીબોએ બેદરકારી કરી છે તો તે ખુબ જ નિંદનીય અને ચિંતાની બાબત છે.
મૂળ બિહારના રહેવાશી અને સુરતના પાંડેશરા વિસ્તારમાં રહેતા 17 વર્ષના યુવકને તાવના કારણે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતો. સુરતની આ નવી સિવિલ હોસ્પિટલમાં યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન સાજો થઈ ગયો હતો. અને તે હરી ફરી રહ્યો હતો. રાત્રે ઇન્જેક્શન આપ્યા બાદ યુવકની તબિયત લથડી હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરાયા છે. મોઢામાંથી ફીણ નીકળતા ડોક્ટર સહિત પરિવારજનો ગભરાઈ ગયા હોવાનો પરિવારો દ્વારા ગંભીર આરોપ મૂકાયો છે. જેથી યુવકને કેવી સારવાર આપવામાં આવી તે અંગે અત્યારે અનેક સવાલો થઈ રહ્યાં છે.
ડોક્ટરો દ્વારા યુવકને રાત ભર હાર્ડ પમ્પિંગ કરતા રહ્યાના ગંભીર આક્ષેપ કરાયા છે. પરિવાર સાથે દર્દીના પિતા ગામમાં વીડિયો કોલ પર વાત કરતા ડોક્ટરોએ મોબાઇલ ફોન બંધ કરાવી દીધા હતા. આ ઘટનાને લઇને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને બેદરકાર ડૉક્ટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી માંગ કરી છે.
આ પણ વાંચો..કોઈને મિયાં કે પાકિસ્તાની કહેવું એ અપરાધ નથીઃ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો