ક્યાં ગયો તાનાશાહ કિમ જોંગ ઉન, બહેને મોર્ચો સંભાળ્યો, અમેરિકાને આપી દીધી ધમકી


ઉત્તર કોરિયા, 4 માર્ચ 2025 : ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અત્યારે કદાચ ગુપ્ત મિશન પર છે. તેના ઠેકાણા અંગે કોઈની પાસે ચોક્કસ માહિતી નથી. આ દરમિયાન કિમની બહેન યો જોંગે ચાર્જ સંભાળી લીધો છે. કિમની બહેને અમેરિકાને મોટી ધમકી આપી છે. કી જોંગે મંગળવારે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને અન્ય સૈન્ય પ્રવૃત્તિઓને સક્રિય કરવા પર મોટો જવાબ આપવાની ધમકી આપી હતી.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
જેના કારણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. કિમ યો જોંગે તેને “અમેરિકા અને તેના કટ્ટરપંથીઓનું સંઘર્ષાત્મક ઉન્માદપૂર્ણ પગલું” ગણાવ્યું. કિમ યો જોંગની ચેતવણી સૂચવે છે કે ઉત્તર કોરિયા સંભવતઃ શસ્ત્રો પરીક્ષણ પ્રવૃત્તિઓને વેગ આપશે અને યુએસ સામે સંઘર્ષાત્મક વલણ જાળવી રાખશે. જોકે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કૂટનીતિને પુનર્જીવિત કરવા કિમ જોંગ ઉનનો સંપર્ક કરશે.
કિમ યો જોંગની અમેરિકાને ખુલ્લી ધમકી
એક નિવેદનમાં, કિમ યો જોંગે યુ.એસ. પર ઉત્તર કોરિયા પ્રત્યે સ્પષ્ટપણે “તેની સૌથી પ્રતિકૂળ અને સંઘર્ષાત્મક ઇચ્છા” દર્શાવવાનો આરોપ મૂક્યો, રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો. આથી તેણે અમેરિકાને જવાબી કાર્યવાહી કરવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે કહ્યું કે કોરિયન દ્વીપકલ્પમાં અમેરિકી વ્યૂહાત્મક સંસાધનોની જમાવટ ઉત્તર કોરિયાની સુરક્ષા પર પ્રતિકૂળ અસર કરે છે અને ઉત્તર કોરિયા વ્યૂહાત્મક સ્તરે દુશ્મનની સુરક્ષાને જોખમમાં મૂકે તેવા પગલાં વધારવાના વિકલ્પની પણ કાળજીપૂર્વક તપાસ કરવાની યોજના ધરાવે છે. રવિવારે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિન્સન અને તેનું ‘સ્ટ્રાઈક’ ગ્રુપ દક્ષિણ કોરિયા પહોંચ્યું હતું.
આ પણ વાંચો : ભારતના 7 સૌથી અમીર રાજ્યો, જુઓ ટોપ-બૉટમ લિસ્ટ