તસ્કરોએ ભગવાનને પણ ના છોડ્યા: વડોદરામાં પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટીઓ ઉઠાવી


વડોદરા, 4 માર્ચ, 2025: વડોદરા શહેરમાં તસ્કરો આતંક મચાવી રહ્યા છે અને હવે તસ્કરોના આંતકનો શિકાર ખુદ ભગવાન બન્યા છે. હવે તસ્કરોને ભગવાનનો પણ દર રહ્યો ન હોય તેમ મંદિરોને પણ નિશાન બનાવતા ગભરાતા નથી. વડોદરા શહેરમાં પેલેસ રોડ પર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ ગઈકાલે મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ગર્ભ ગ્રુહમાં મૂકેલી દાન પેટી તોડી નાખી હતી. ચોરની ટોળકી અન્ય મંદિરોમાં પણ ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચોર ટોળકી મંદિરોને નિશાન બનાવી રહી છે. પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ ગઈકાલે મોડી રાત્રે ચોર ત્રાટ ક્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ગર્ભ ગ્રુહમાં મૂકેલી દાન પેટી તોડી નાખી હતી. તેમજ નજીકમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિરની તથા હનુમાનજી મંદિરની દાન પેટી તૂટેલી હતી. રાત્રે 11:30 સુધી તો મંદિરમાં ભજન સંધ્યા ચાલતી હતી. સવારે પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ પૂજારી ઉઠ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. ચોર ટોળકી અંદાજે 65 હજાર રોકડા લઈને ત્યાંથી ભાગી છૂટયા હતા. આ મામલે ટ્રસ્ટી ધનંજય પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો..જામનગરમાં વનતારાની મુલાકાત દરમ્યાન સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા પીએમ મોદી, જુઓ વીડિયો