અજબ ગજબ: કોર્ટમાં હાજર થયા 27 પોપટ; મેડિકલ ટેસ્ટ કરાવ્યા, બાદમાં મુક્ત કરી દીધા, જાણો શું છે આખો કેસ


ખંડવા, 04 માર્ચ 2025: મધ્ય પ્રદેશના ખંડવામાંથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. અહીં બે યુવકોએ 27 પોપટને પકડી તેમને પાંજરામાં કેદ કરી લીધા હતા. જેવી આ વાત ફોરેસ્ટ વિભાગને ખબર પડી તો ટીમ આવી અને બંને યુવકની ધરપકડ કરી હતી. આ પોપટના પકડવા, ખરીદવા, વેચવા અને પિંજરામાં બંધ કરીને રાખવા ગુન્હો છે. કોર્ટમાં પોપટને પણ લાવવામાં આવ્યા હતા. બંને તસ્કરોને જેલમાં મોકલી 48 કલાક બાદ પોપટને પણ મુક્ત કરી દેવામાં આવ્યા હતા, જો કે આ અગાઉ તેમના મેડિકલ ટેસ્ટ થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રેડ રોઝ પેરા કિટવાળા પોપટની તસ્કરી કરનારા બંને આરોપીઓને વન વિભાગની ટીમે શનિવારે ધરપકડ કરી હતી. આરોપીએ કાલજાખેડી વિસ્તારમાં આવેલા લીમડાના ઝાડ પર જાળ પાથરીને આ 27 પોપટ પકડ્યા હતા. આરોપીએ એક પોપટને ખાલી 25-30 રુપિયામાં વેચી દેતા હતા. જે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો છે.
વન વિભાગની ટીમે 27 પોપટને રવિવારના દિવસે સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. હાજર કરવાનું મુખ્ય કારણ ગુનામાં જપ્ત કરાયેલા પક્ષીની ધરપકડને કોર્ટમાં બતાવવાનું હતું. રવિવારનો દિવસ હતો એટલા માટે સીજીએમ કોર્ટ બંધ હતી. સ્પેશિયલ કોર્ટમાં બેઠેલા જજ સાહેબે પોપટને જોઈ આરોપીઓ ભીમા મોંગા, અને સોનૂ કહારને જેલમાં મોકલી દીધા. કોર્ટમાં બંને આરોપીઓએ કાન પકડીને માફી માદી અને ફરી વાર પક્ષીઓને નહીં પકડે તેવી વાત પણ સ્વીકારી હતી.
ટામેટા, કાકડી અને મરચા ખવડાવ્યા
પોપટ બે દિવસ પિંજરામાં કેદ હતા, વન અધિકારીઓએ તેમને કાર્યાલયમાં રાખીને ટામેટા, કાકડી અમને મરચા ખવડાવતા રહ્યા. સોમવારે સીજેએમ કોર્ટમાં પોપટને મુક્ત કરવાનો નિર્ણય કરાયો. આ નિર્ણય બાદ સાંજે 5 વાગ્યે પોપટને શહેરની બહાર એક ખેતરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના ખુલ્લા આકાશમાં છોડી મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં વનતારાની મુલાકાત દરમ્યાન સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા પીએમ મોદી, જુઓ વીડિયો