સોનાના ભાવમાં ભારે ઘટાડો: જાણો આજનો લેટસ્ટ દર


નવી દિલ્હી, 4 માર્ચ, 2025: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે! છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ, એટલે કે 4 માર્ચ,2025 ના રોજ, તેમના ભાવમાં ઘટાડો થયો છે. સોનું પ્રતિ 10 ગ્રામ ₹86,610 ના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹79,390 પર આવી ગયું છે. તે જ સમયે 18 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 64,960 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે.
૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ૨૪ કેરેટ સોનું પ્રતિ ૧૦ ગ્રામ ₹૮૬,૬૧૦ અને ચાંદી ₹૯૬,૯૦૦ પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં 22 કેરેટ ₹79,400 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ ₹86,620 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ – ₹79,250 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ ₹86,450 પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતામાં 22 કેરેટ ₹79,250 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ ₹86,450 પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 22 કેરેટ – ₹79,650 પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ ₹86,890 પ્રતિ 10 ગ્રામ છે.
યુએસ પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદ્યા બાદ ડોલર મજબૂત થયો હતો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો હતો. ઉપરાંત, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો મુલતવી રાખશે તેવી અટકળોને કારણે સોનાના બજાર પર દબાણ વધ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ નબળા રહ્યા છે.
આ પણ વાંચો…..શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, નિફ્ટીએ તોડી 22Kની સપાટી