જાણો ટ્રમ્પ ટેરિફથી ઉપભોક્તા કિંમતોને કેવી અસર થશે


ન્યુયોર્ક, 4 ફેબ્રુઆરીઃ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફથી વિવિધ માલની ઉપભોક્તામાં કિંમતોમાં ભારે વધારો થશે તેમ મનાય છે. જો કે તેનો આધાર બજારની સ્પર્ધા, પ્રોડક્ટની જરૂરિયા અને પુરવઠા શ્રૃંખલા પર મહદઅંશે રહેશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વભરમાંથી આયાત થતી અસંખ્ચ ચીજો પર ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યુ છે, ત્યારે શોપર્સને નજીકના ભવિષ્યમાં ભારે કિંમત ચૂકવવાનો વારો આવશે. પરંતુ ખરેખર કેટલો વધારો આપવો પડશે તેનો ક્યાસ હાલના તબક્કે કાઢી શકાય તેમ નથી. વોલ સ્ટ્રીટ જર્નલના અનુસાર વેરિયેબલ્સ જેમ કે ચલણ, વધઘટ, ઉપલબ્ધ વિકલ્પો અને બિઝનેસ પ્રાઇસિંગ વ્યૂહરચના જે તે ચીજની અંતિમ કિંમત પર અસર કરશે.
મૂડીઝની ઇકોનોમિક રિસર્ચ અનુસાર સામાન્ય ઘરગથ્થુ ચીજોની કિંમતો પર વિવિધ ટેરિફની અસરનો એક અંદાજ કાઢ્યો છે જે અનુસાર મેક્સિકન અને કેનેડીયન આયાત પર 25 ટકા ટેરિફ અને અન્ય દેશો પર 10 ટકા ટેરિફ લાદવમાં આવશે.
ભારે સ્પર્ધા ધરાવતી ચીજોની કિંમતમાં ઓછો વધારો થશે
કોમોડિટી ગુડ્ઝ કે જેમાં ભારે સ્પર્ધા છે તેની પર ઉપભોક્તાઓએ ઓછો ભાવ વધારો ચૂકવવાનો રહેશે. ઉદાહરણ તરીકે ભારતીય ટેબલક્લોથ પર જો 10 ટકા ટેરિફ લગાવવામાં આવે તો તેની આખરી કિંમતમાં 2 ટકાનો વધારો થશે. તેનું કારણ એ છે કે અનેક દેશો ટેબલક્લોથ બનાવે છે, જ્યારે રિટેલર્સ પાસે સપ્લાયર બદલાવવાનો કે ભાવને સ્પર્ધાત્મક રાખવા માટે નુકસાન સહન કરવાનો વારો આવશે.
તેજ રીતે ઘરેલુ લિનેનની કિંમતમાં એકંદરે 0.8 ટકાનો વધારો થશે. અન્ય ચીજો જેમ કેમ વસ્ત્રો, કાર એસેસરીઝ અને ચોક્કસ કોસ્મેટિક્સનો સમાવેશ થાય છે જેમાં લોકો બ્રાન્ડ કે સ્ત્રોત પર આધારિત રહેતા નથી.
અત્યંત લક્ઝરી ચીજોની કિંમતમાં ભારે વધારો થશે
તેનાથી વિરુદ્ધ લક્ઝરી ચીજો માટે ઉપભોક્તાઓને મોટી કિંમત ચૂકવવી પડશે. જેમ કે 21.99 ડોલરની ઇટીલીયન શરાબની બોટલ પર 10 ટકા ટેરિફથી તેની કિંમત વધીને 24.08 ડોલર થશે. કારણ અનેક શોપર્સ માટે ચોક્કસ બ્રાન્ડ અપનાવવાનુ સરળ હશે નહી, ત્યારે ઉત્પાદકો વેચાણ ગુમાવ્યા વિના જ પોતાની બ્રાન્ડને ટેરિફ સાથે વેચીને સમગ્ર ભાર ઉપભોક્તાના શિરે લાદશે.
આ પણ વાંચોઃ ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડ્યા, સપા નેતા અબૂ આઝમી પર પોલીસમાં ફરિયાદ નોંધાઈ