અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

માઠા સમાચાર: અમદાવાદની શાન માણેકચોક આજથી એક મહિના માટે બંધ રહેશે, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Text To Speech

અમદાવાદ, 04 માર્ચ 2025: અમદાવાદના હાર્દસમા અને ખાણીપીણી માટે વર્ષો જૂની બજાર એટલે માણેકચોકનો વિસ્તાર શોખીનો માટે એક મહિના સુધી બંધ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માણેકચોકમાં જૂની ડ્રેનેજ સિસ્ટમના રિહેબિલિટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના પગલે આજથી એટલે કે 4 માર્ચ મંગળવારના રોજથી પ્રખ્યાત ખાણીપીણીની બજાર મહિના માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં અંદાજે 55 કરોડ રુપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી શરુ કરવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે અને પૂર્ણ થયા બાદ રિહેબિલિટેશનનું કામ તાત્કાલિક શરુ કરી દેવામાં આવશે. કામગીરી દરમ્યાન માણેકચોક બજારને એક મહિના સુધી બંધ રાખવું પડશે.

આ કામના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકોને જાણ કરવામાં આવી છે કે, રાણીનો હજીરો અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર એક મહિના માટે બંધ રહેશે. જો કે દુકાનદારો સવારે પોતાની દુકાનો ખોલી શકશે, પણ રાતના સમયે બજારો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ નિર્ણયથી માણેકચોક ખાણીપીણીના વેપારીઓ અને રાત્રિ બજાર પર નિર્ભર લોકોના રોજગાર પર ગંભીર અસર પડી શકે છે. હોળીના તહેવાર પછી ડ્રેનેજની કામગીરી શરુ થવાની સંભાવના છે. જો કે આ કામ બાદ બજાર ક્યારે ખુલશે તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેથી વેપારીઓ અને ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: IND vs AUS: વરસાદના કારણે આજની મેચ રદ થાય તો ફાઈનલમાં કોણ જશે ઈંડિયા કે ઓસ્ટ્રેલિયા? જવાબ જાણી ખુશ થઈ જશો

Back to top button