IND vs AUS: વરસાદના કારણે આજની મેચ રદ થાય તો ફાઈનલમાં કોણ જશે ઈંડિયા કે ઓસ્ટ્રેલિયા? જવાબ જાણી ખુશ થઈ જશો


દુબઈ, 04 માર્ચ 2025: મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાશે. ભારત ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને આત્મવિશ્વાસ સાથે સેમીફાઈનલમાં ઉતરશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આઈસીસીની નોકઆઉટ મેચમાં ભારત છેલ્લા 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. આઈસીસીએ પહેલી સેમીફાઈનલ માટે કોઈ પણ રિઝર્વ ડે નથી રાખ્યો.
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી
પહેલી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે ન હોવાના કારણે જો વરસાદના કારણે મેચ રદ થાય છે તો ભારતને મોટો ફાયદો થશે. સેમીફાઈનલ માટે મેચ રદ થવાની સ્થિતિમાં નેટ રન રેટના આધાર પર ટીમને ફાઈનલમાં જગ્યા આપવામાં આવશે. ભારતની નેટ રન રેટ ઓસ્ટ્રેલિયાથી સારી છે. ત્યારે આવા સમયે મેચ રદ થવાની સ્થિતિમાં ભારત ફાઈનલમાં પહોંચી જશે. ભારતની નેટ રન રેટ +0.715 છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની નેટ રન રેટ +0.475 છે.
બીજી સેમીફાઈનલ માટે રિઝર્વ ડે
બીજી સેમીફાઈનલ મેચ પાકિસ્તાનના લાહોરમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 માર્ચના રોજ રમાશે. બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદના કારણે આ મેચ રદ થઈ તો તેઓ બીજા દિવસે રમશે. પાકિસ્તાનમાં વરસાદના કારણે બે મેચ પહેલા પણ રદ થઈ ચુકી છે. જો કે પહેલી સેમીફાઈનલના દિવસ દુબઈમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. એટલા માટે ફેન્સ માટે એક શાનદાર મેચ જોવાનો મોકો મળશે.
બંને ટીમો કંંઈક આવી હોઈ શકે છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશીસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, એડમ ઝામ્પા.
આ પણ વાંચો: IND vs AUS: ઈંડિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા ચાહકોની ધડકન વધી, આ 11 સંયોગ આપી રહ્યા છે ખરાબ સંકેત