ઉત્તર ગુજરાત

“ના કોઈનો વિજય અને ના કોઈનો પરાજ્ય’’ : જમીનના વિવાદમાં મામા ભાણેજ વચ્ચે ચાલતા સોળ વર્ષ જુના વિવાદનો અંત

Text To Speech

પાલનપુર: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દ્વારા તારીખ. 13 ઓગસ્ટ-2022નાં રોજ તમામ પ્રકારનાં દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી. જેને તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

રૂ. 19.88કરોડનું વળતર ચૂકવવાનો હુકમ થયો

આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલ- 3,802 કેસો મળી, 4,249 કેસો સેટલ થયા, જેમાં કુલ રૂ. 4.92 કરોડ જે પૈકી તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો પૈકી ડોરમેન્ટનાં 95 કેસો સાથે કુલ-2301 કેસોનો નિકાલ થયો હતો. જેમાં કુલ રૂ. 19.88 કરોડનું સેટલમેન્ટ થયું હતું. જયારે મોટર અકસ્માત વળતરનાં કુલ-66 કેસોમાં સમાધાન થતાં, કુલ રૂ. 3.46 કરોડનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી- લીટીગેશનનાં મળી, કુલ- 7794 કેસોનો નિકાલ થયો હતો, જેમાં કુલ રૂ. 19,88,52,888/-નું વળતર ચૂકવવાનો હુકમ થયો હતો.

બનાસકાંઠામાં લોક અદાલત અભૂતપૂર્વ સફળ

આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એચ.ડી.સુથારની કોર્ટમા ચાલતી અગીયાર વર્ષ જુની રેગ્યુલર દીવાની અપીલમાં એચ. ડી. સુથાર અને બંને પક્ષકારોના વકીલો આઈ.એસ.ચાવડા અને એન.આર.ગોયલ દ્વારા સમાધાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવતા બંને પક્ષકારો જે કૌટુંબીક સગા થતા હોય પરંતુ જમીનના વિવાદના કારણે મામા ભાણેજ પક્ષકારો વચ્ચે મનદુખ થયેલ હતુ અને આશરે સોળ વર્ષ જુના વિવાદનો અંત લાવી સુખદ સમાધાન થતાં બંને પરીવારો વચ્ચે આનંદ અને ખુશીની લહેર વ્યાપી છે. આજની લોક અદાલતમાં સમાધાન થતાં મામા ભાણેજે એકબીજાને તહેવારોમાં ઘરે આવવાના આમંત્રણ આપી જુના મનદુખ ભુલી જઈ નવેસરથી સબંધો સુખદ રીતે આગળ વધે તેવા કોલ આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશશ્રીઓ, વકીલો, બેંક ઈન્શ્યોરન્સ કંપનીનાં અધિકારીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કેસોનાં પક્ષકારોનાં સાથ સહકારથી આ રાષ્ટ્રીય લોક અદાલત ખૂબ જ સફળ રહી છે. લોક અદાલતનો મુળભૂત સિધ્ધાંત ‘‘ના કોઈનો વિજય અને ના કોઈનો પરાજ્ય’’ સાર્થક થયો હતો. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ પી.પી.શાહે જણાવ્યું છે.

Back to top button