10 માર્ચે ઉજવાશે રંગભરી એકાદશીઃ જાણો પૂજાનું મુહૂર્ત અને પારણા


- રંગભરી એકાદશી 10 માર્ચે ઉજવવામાં આવશે. રંગભરી એકાદશીના દિવસે ઉપવાસ કરીને યોગ્ય વિધિ સાથે શિવ-પાર્વતીની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ મહાશિવરાત્રી અને હોળી વચ્ચે આવતી એકાદશીને રંગભરી એકાદશી કહેવામાં આવે છે. તે 10 માર્ચે ઉજવવામાં આવશે. ભલે બધી એકાદશી મહlત્ત્વની હોય, પરંતુ રંગભરી એકાદશીના દિવસે ઉપવાસ કરીને યોગ્ય વિધિ સાથે શિવ-પાર્વતીની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને ગુલાલ અને ફૂલો ચઢાવવામાં આવશે, ત્યારબાદ ગુલાલ અને ફૂલોની હોળી રમાશે. મંદિરોમાં ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર રંગભરી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો જાણીએ રંગભરી એકાદશીનું શુભ મુહૂર્ત, પૂજા પદ્ધતિ અને પારણાનો સમય
રંગભરી એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત
- એકાદશી તિથિની શરૂઆત : 9 માર્ચ, સવારે 7.45 વાગ્યે
- એકાદશી તિથિ સમાપ્ત થાય છે : 10 માર્ચ, 2025 સવારે 7.44 વાગ્યે
વ્રત પારણાનો સમય: 11 માર્ચે પારણા (ઉપવાસ તોડવાનો) સમય:
સવારે 6.35થી 8.13 વાગ્યા સુધી. પારણા તિથિના રોજ દ્વાદશીનો સમાપ્તિ સમયઃ સવારે 8.13 સુધી.
રંગભરી એકાદશી પૂજા પદ્ધતિ
સ્નાન વગેરે કરીને મંદિરની સાફ-સફાઈ કરો.ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો ભગવાનને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો. હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલો અર્પણ કરો. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. શક્ય હોય તો ઉપવાસ રાખો. રંગભરી એકાદશીના ઉપવાસની વાર્તા વાંચો. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરો. ભગવાનવિષ્ણુ અને લક્ષ્મીજીની આરતી પૂરા ભક્તિ ભાવ સાથે કરો. તુલસીના પાન સાથે ભગવાનને પ્રસાદ અર્પણ કરો. અંતે થયેલી કોઈ પણ ભૂલની માફી માંગો.
આ પણ વાંચોઃ મીન રાશિમાં શુક્ર થશે વક્રી, 2 માર્ચથી 3 રાશિઓનો સમય બદલાશે