AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ બુટલેગર સાથે માર્યા ઠુમકા: એકબીજાના ખભે હાથ રાખી ડાન્સ કરતા જોવા મળ્યા


સુરત, ૩માર્ચ: ૨૦૨૫: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એવું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે ટિમલી ડાન્સ કરી રહ્યાં છે. જો કે, પ્રશ્ન એ નથી તે તેઓ ટિમલી ડાન્સ કરી રહ્યાં છે, પરંતુ વીડિયો વાયરલ થવાનું કારણે એવું સામે આવ્યું છે કે, તેઓ બુટલેગર સાથે ડાન્સ કરીને રહ્યાં છે. વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થતાં ચૈતર વસાવા એ સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સાથી મિત્રના બહેનના લગ્ન હતા, તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. અને જમણવાર કર્યા બાદ દુલ્હને ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે નાચવા માટે બોલાવ્યા અને ધારાસભ્ય ચૈતર વસાવા તમામ પોતાના મિત્રો સાથે લગ્નમાં નાચી રહ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલ બુટલેગર સુરતના કામરેજ પંથકનો બુટલેગર બુધો ઉર્ફે બુધિયો હોવાનું જાણવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને બુટલેગર નાચી રહેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે ચૈતર વસાવા એ સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
વીડિયો વાઈરલ થતા વસાવાએ શું કહ્યું જાણો?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે ડાન્સ કરતો કોસંબાનો બુધો ઉર્ફે બુધિયો હોવાનું સામે આવ્યું છે. એક બુટલેગર સાથે ડાન્સને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. ચૈતર વસાવાના બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા સામે આવી છે. જેમાં ચૈતર વસાવાએ જણાવ્યું છે કે દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો. અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી. અને અગાઉ અમે ક્યારેય મળ્યા પણ નથી. લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી આવા કોઈ વ્યક્તિ અમારી સાથે નાચવા લાગ્યા પરંતુ એ વ્યક્તિ કોણ છે તેનાથી અમે તદ્દનના અજાણ હતા. અમે હંમેશા દારૂબંધીના મુદ્દા ઉઠાવ્યા છે અને દારૂનો ધંધો કરનાર તમામ લોકોનો વિરોધ કર્યો છે.