ભારતની રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટીને બે વર્ષના તળીયે


નવી દિલ્હી, 3 માર્ચઃ અમેરિકા દ્વારા રશિયાના ક્રુડ ઓઈલ પર લાગુ કરાયેલા પ્રતિબંધોને પરિણામે ફેબ્રુઆરીના પ્રથમ વીસ દિવસમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ ઓઈલની આયાતમાં 25 ટકાનો ઘટાડો થયો છે, જે બે વર્ષના તળીયે હોવાનુ મનાય છે જ્યારે બીજી બીજી અમેરિકા ખાતેથી આયાત લગભગ બમણી થઈ ગઈ છે.
અમેરિકા ખાતેથી ક્રુડ ઓઈલની આયાત 65 ટકા જેટલી વધારી ૨૫ અબજ ડોલર કરવાની ભારતની યોજના છે. રશિયા ખાતેથી વર્તમાન મહિનાના પ્રથમ વીસ દિવસમાં ભારતે દૈનિક સરેરાશ 10.70 લાખ બેરલ્સ ક્રુડ ઓઈલ આયાત કર્યું છે જે જાન્યુઆરીમાં 14 લાખ બેરલ રહ્યું હતું.
બીજી બાજુ અમેરિકા ખાતેથી જાન્યુઆરીમાં પ્રતિ દિન સરેરાશ 1.10 લાખ બેરલની આયાત સામે ફેબ્રુઆરીમાં આ આંક વધી પ્રતિ દિન બે લાખ બેરલ પર આવી ગયો હોવાનું એક એનર્જી કાર્ગો ટ્રેકરના રિપોર્ટમાં જણાવ્યું હતું.
સાઉદી અરેબિયા તથા ઈરાન ખાતેથી ભારતમાં ક્રુડ ઓઈલની નિકાસમાં વધારો થયો છે. સાઉદી ખાતેથી 7.70 લાખ બેરલની સરખામણીએ 9.10 લાખ બેરલ જ્યારે ઈરાન ખાતેથી 80 લાખ બેરલની સામે ક્રુડ તેલની આયાત વર્તમાન મહિને પ્રતિ દિન વધી 10.80 લાખ બેરલ જોવા મળી રહી છે. જો કે યુએઈ ખાતેથી ક્રુડ ઓઈલની આયાત 4.80 લાખ બેરલ પરથી ઘટી 3.10 લાખ બેરલ પર આવી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
રશિયા ખાતેથી નિકાસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી ક્રુડ તેલના અન્ય પૂરવઠેદારો ભારત ખાતે તેમની નિકાસ વધારી રહ્યા છે. રશિયા ખાતેથી આયાત ઘટી રહી છે ત્યારે અમેરિકા ખાતેથી ભારતની ક્રુડ ઓઈલની આયાત આગામી દિવસોમાં વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોર સામે સલામત બની રહેવા ભારત અમેરિકા ખાતેથી જરૂરિયાત પ્રમાણે આયાત વધારવાનુ વિતારી રહ્યુ છે.
આ પણ વાંચોઃ ભારતે UAEને ક્રૂડ ઑઈલની પ્રથમ ચૂકવણી ભારતીય રૂપિયામાં કરી ઈતિહાસ સર્જ્યો