ટ્રેન્ડિંગબિઝનેસ

આવી રહેલી આઇપીઓ સામે બજારની અનિશ્ચિતતાનો પડકાર

Text To Speech

મુંબઇ, 3 માર્ચઃ આગામી સમયમાં અનેક કંપનીઓ પોતાની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) લાવવા માટે થનગની રહી છે, મળતી માહિતી પ્રમાણે આવી 26 જેટલી કંપનીઓ  છે, જેને સેબીએ એપ્રિલથી ડિસેમ્બર 2024ની મધ્યમાં એકંદરે રૂ. 43,000 કરોડ ઊભા કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હજુ એક પણ આઇપીઓ આવી નથી. આ વિલંબ માટે પ્રવર્તમાન માર્કેટ અસ્થિરતા જવાબદાર છે જે ટેરિફ વૉર અને નબળી કોર્પોરેટ કમાણીને આભારી છે એટલુ જ નહી એફઆઇઆઇ દ્વારા પણ મોટા પ્રમાણમાં વેચવાલી ચાલુ છે.

મેઇનબોર્ડ આઇપીઓ સતત 3જા સપ્તાહે પણ નિષ્ક્રિય છે કેમ કે દલાલ સ્ટ્રીટ પર મંદીવાળાનું હેમરિંગ છે, તે સેન્ટીમેન્ટને સતત નબળા પાડી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે તેનાથી આઇપીઓ આવવામાં હજુ પણ વિલંબ થઇ શકે છે.

નોંધનીય છે કે બેન્ચમાર્ક નિફ્ટી 50 તેના સપ્ટેમ્બર 2024ના સૌથી ઊંચા મથાળેથી અત્યાર સુધીમાં 16 ટકા ઘટી ગયો છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારો આવક વૃદ્ધિને અવરોધે છે અને એફઆઇઆઇની વેચવાલી સાથે અર્થતંત્રને પણ ધીમુ પાડે છે, જે બજારના સેન્ટીમેન્ટ પર વિપરીત અસર કરે છે.

દરમિયાનમાં આવનારી આઇપીમાં NAPS ગ્લોબલ ઇન્ડિયા બજારમાં રૂ. 11.88 કરોડ એકત્રિત કરનાર છે, જે બીએસઇ એસએમઇના પ્લેટફોર્મ પર ઓફર કરાશે, શેરદીઠ રૂ. 90ની કિંમતે તે 4માર્ચે ખુલશે અને 6 માર્ચે બંધ થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મોટા સમાચાર, જુઓ ક્યારે યોજાવાની શક્યતા

Back to top button