મહાકુંભમાં 54000થી વધારે વિખૂટા પડેલા શ્રદ્ધાળુઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું, અદ્યતન ટેકનોલોજીની મદદ લેવાઈ


પ્રયાગરાજ, 03 માર્ચ 2025: ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, મહાકુંભ 2025માં 66 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી. આ દરમ્યાન 54375 લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા, જેમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. પણ રાહતની વાત એ છે કે તમામ વિખૂટા પડેલા લોકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી દીધું છે.
મહાકુંભમાં ડિજિટલ ખોયા પાયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી
મહાકુંભ 2025માં વિખૂટા પડેલા લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે યોગી સરકારે ડિજિટલ ખોયા પાયા કેન્દ્રોની સ્થાપના કરી હતી. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અમૃત સ્નાન પર્વ મકર સંક્રાંતિ દરમ્યાન ગુમ થયેલા 598 શ્રદ્ધાળુઓ, મૌની અમાવસ્યા દરમ્યાન ગુમ 8715 શ્રદ્ધાળુઓ અને વસંત પંચમી દરમ્યાન ખોવાયેલા 864 શ્રદ્ધાળુઓને ડિજિટલ ખોયા પાયા કેન્દ્રોની મદદથી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.ડિજિટલ ખોયા પાયા કેન્દ્રોની મદદથી કૂલ 35083 લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મહાકુંભનગરમાં 10 ડિજિટલ ખોયા પાયા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ પર આખા મહાકુંભનગરમાં 10 ડિજિટલ ખોયા પાયા કેન્દ્રની સ્થાપના કરી હતી. જેમાં અત્યાધુનિક એઆઈ આધારિત ચહેરા ઓળખ સિસ્ટમ, મશીન લર્નિંગ અને બહુભાષીય સમર્થન જેવી અત્યાધુનિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહાકુંભમાં વિખેટા પડેલા 18 બાળકોનું પરિવાર સાથે મિલન
મહાકુંભ મેળામાં વિખૂટા પડેલા 18 બાળકોને પણ તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. શિબિર દ્વારા ન ફક્ત ખોવાયેલા લોકોને શોધ્યા પણ તેમના ઘર સુધી પહોંચાડવાની મદદ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સમૂહલગ્નના નામે છેતરવાનો ટ્રેન્ડ, રાજકોટ બાદ હવે પેટલાદનો કિસ્સો, જમવાનું અને કરિયાવર ન આપ્યો