ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

Oscar Awards 2025: ઓસ્કાર 2025માં કોણે બાજી મારી, અહીં જોવા મળશે વિજેતાની સંપૂર્ણ યાદી

Text To Speech

Oscar Awards 2025: આજે સોમવારે દુનિયાના સૌથી મોટા ફિલ્મ એવોર્ડ સમારંભ ઓસ્કાર 2025નું આયોજન થઈ રહ્યું છે. 97માં એકેડમી એવોર્ડ સમારંભનું આયોજન અમેરિકાના લોસ એંજિલ્સના ડોલ્બી થિયેટરમાં થઈ રહ્યું છે. આ વખતે ઓસ્કારની રેસમાં અનુજા નામની એક ભારતીય ફિલ્મ પણ સામેલ છે. આ ફિલ્મને ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપડા જોનાસે મળીને બનાવી છે. આ વર્ષે કોમેડિયન કોનન ઓ બ્રાયન પહેલી વાર એવોર્ડ શોને હોસ્ટ કરી રહ્યા છે. એમિલિયા પેરેઝ, દ બ્રૂટલિસ્ટ, અનોરા, જેવી ફિલ્મો 2025 ઓસ્કરના દાવેદારમાં સામેલ છે. 97માં એકેડમી એવોર્ડના વિજેતાઓની ઘોષણા હાલમાં ચાલું થઈ ગઈ છે.

ઓસ્કાર 2025 ના વિજેતાઓ પર એક નજર નાખો:

  • સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર-એડ્રિયન બ્રોડી (ધ બ્રૂટલિસ્ટ)
  • સર્વશ્રેષ્ઠ અભિનેત્રી- મિકી મેડિસન (એનોરા)
  • બેસ્ટ પિક્ચર-અનોરા
  • બેસ્ટ નિર્દેશક-સીન બેકર(અનોરા)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- કરેન કુલિન (ધ રિયલ પેન)
  • સર્વેશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી- જો સલદાના (એમિલિયા પેરેઝ)
  • બેસ્ટ કોસ્ટ્યૂમ-પોલ ટેઝવેલ(વિકેડ)
  • બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ- ફ્લો
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- શિરીન સોહાની અને હૌસૈન મોલેમી (ઈન ધ શૈડો ઓફ ધ સાઈપ્રેસ)
  • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીપ્લે સીન બેકર- (એનોરા)
  • બેસ્ટ હેયર એન્ડ મેકઅપ-ધ સબ્સટેંસ
  • બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે-કોનક્લેવ
  • બેસ્ટ ફિલ્મ એડિટિંગ-એનોરા
  • સર્વશ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઈન-વિકેડ
  • મૂળ ગીત-એમિલિયા પેરેઝનુ એલ માલ
  • સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ- ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા
  • સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ-નો અધર લેન્ડ
  • સર્વશ્રેષ્ઠ ધ્વનિ-ડ્યૂન: ભાગ 2

ઓસ્કાર એ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. આ પુરસ્કાર દર વર્ષે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2023 માં, નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ એ શ્રેષ્ઠ દસ્તાવેજી શોર્ટ ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો. આ વખતે પણ ગુનીત મોંગાની ફિલ્મ ‘અનુજા’ આ એવોર્ડ જીતવાની રેસમાં છે. તે શ્રેષ્ઠ એક્શન લાઈવ ફિલ્મ શ્રેણીમાં નામાંકિત થયેલ છે. આ શ્રેણીમાં વિજેતાનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી : ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું, હવે સેમીફાઇનલમાં આ ટીમ સામે થશે ટક્કર

Back to top button