ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મોટા સમાચાર, જુઓ ક્યારે યોજાવાની શક્યતા

Text To Speech

ગાંધીનગર, 3 માર્ચ : રાજ્યમાં તાજેતરમાં નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ અન્ય કેટલીક પેટા ચૂંટણીઓ વગર વિઘ્નએ પૂર્ણ થઈ છે. ત્યારે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર આગામી એપ્રિલ અથવા મે મહિનામાં ગ્રામ પંચાયતની  ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ અંગેની તૈયારીઓ શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, લગભગ જૂન 2025 સુધીમાં તમામ પંચાયતને આવરી લેવાશે.

18મી ફેબ્રુઆરીએ આવ્યા હતા ન.પા.ની ચૂંટણીના પરિણામ

મહત્વનું છે કે અગાઉ ગુજરાતમાં ગત 16મી ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 68 નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. તેના પરિણામો 18મી ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. આ ચૂંટણીઓમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું અને જૂનાગઢ મહાનગરપાલિકા, 68 માંથી 65 નગરપાલિકા અને ત્રણેય તાલુકા પંચાયતો જીતી હતી.

આ પણ વાંચો :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ખાતે કર્યું સિંહ દર્શન, જુઓ વીડિયો અને તસવીરો

Back to top button