ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : વિદેશમાં રોકાણ કરનારા ફસાયા, આવકવેરા વિભાગે મોકલી નોટિસ, વિગતો જાહેર કરવા ફરમાન

Text To Speech
  • વિદેશમાં રોકાણ કરનારા કરદાતાઓને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક
  • વિગતો રિટર્નમાં ડિક્લેર ન કરનારાઓને 10 લાખ રૂપિયાનો દંડ
  • ઈન્વેસ્ટર્સને પણ વિદેશમાં રોકાણ કરવા માટે મૂડી ક્યાંથી લાવ્યા તેના ખુલાસાઓ આપવા પડી રહ્યા છે

વિદેશમાં મિલકતો ખરીદીને કરેલા રોકાણ અંગેની વિગતો જાહેર કરી દેવા માટે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની કરદાતાઓને તક આપવામાં આવી છે. પરંતુ કરદાતાઓ તરફથી સંભવતઃ યોગ્ય પ્રતિભાવ ન મળતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની સૂચનાથી કરદાતાઓને વિદેશમાં કરેલા રોકાણ અંગેની જાહેરાત કરવાના આદેશ સાથેની નોટિસો આપવામાં આવી રહી છે.

ઈન્વેસ્ટર્સને પણ વિદેશમાં રોકાણ કરવા માટે મૂડી ક્યાંથી લાવ્યા તેના ખુલાસાઓ આપવા પડી રહ્યા છે

લિબરલાઈઝ રેમિટન્સ સ્કીમ હેઠળ રોકાણકાર પતિ-પત્ની હોય તો 2.5 લાખ વત્તા 2.5 લાખ ડોલર મળીને 5 લાખ મોકલી શકે છે. પરંતુ તેનો રીટર્નમાં ઉલ્લેખ ન કરે કે ભૂલી જાય તો તેવા સંજોગોમાં તેમની સામ ફેમાં હેઠળ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ રીતે હપ્તાથી એટલે કે 20 ટકા રકમ ભરી બાકીની રકમ હપ્તાથી આપવાના કરાર કરનાર ઈન્વેસ્ટર્સને પણ વિદેશમાં રોકાણ કરવા માટે મૂડી ક્યાંથી લાવ્યા તેના ખુલાસાઓ આપવા પડી રહ્યા છે.

વિગતો રિટર્નમાં ડિક્લેર ન કરનારાઓને 10 લાખ રૂપિયાનો દંડ

આ વિગતો રિટર્નમાં ડિક્લેર ન કરનારાઓને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવી રહ્યો છે. તેથી જ વિદેશમાં રોકાણ કરનારા કરદાતાઓને અપડેટેડ રિટર્ન ફાઈલ કરી દેવાની તક આપવામાં આવી છે. પહેલા વર્ષને અંતે વિદેશી રોકાણની વિગતો જાહેર કરી દેનારને વેરા-વત્તા વ્યાજની મળીને થતી કુલ રકમના 25 ટકા દંડ ભરવાનો નિયમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત : નાળિયેરના ઉત્પાદનમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં નંબર 1, દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન

Back to top button