રાજકોટ: મુસાફરોના જીવ જોખમમાં મુકી સ્ટીયરિંગ છોડી ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસ્યો


રાજકોટ, ૨ માર્ચ, ૨૦૨૫: રાજકોટમાં BRTS બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં રાજકોટમાં BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે માવો ઘસતો જોવા મળ્યા હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર સ્ટીયરિંગ પર માવો ઘસી રહ્યો છે, જો સ્ટેયરિંગ ભુલથી ફરી જાય તો મોટો અકસ્માત થઇ શકતો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રાજકોટમાં સીટીબસના ડ્રાઇવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સીટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સીટીબસનો ડ્રાઈવર જ્યારે બસ ઉભી હોય ત્યારે માવો કાઢે છે. અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે પરંતુ તેમ છતા માવો ઘસવાનું ચાલુ જ રાખે છે. કોઇની ચિંતા વિના જ બિંદાસ સ્ટેયરિંગ છોડી ડ્રાઇવર માવો ઘસી રહ્યો છે. એટલે કહેવુ હોય તો કહી શકાય છે ભાઇ આપણે માવો ખાઓ મુસાફરોનું જે થવું હોય તે થાય.
મહત્વનું છે કે સરકારી એસટી બસોના અકસ્માતો અવારનવાર સર્જાતા હોય છે. જેમાં મોટાભાગે ડ્રાઈવરોની બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે આ પ્રકારની બેદરકારી ગંભીર દુર્ઘટના સર્જી શકે છે.
આ પણ વાંચો..અમદાવાદઃ 3 વર્ષમાં 70.94 લાખ વૃક્ષોની સામે 24.83 લાખ વૃક્ષો બળી ગયાં; ગ્રીન કવર 12% થી 15% સુધી લઈ જવો અશક્ય