PM મોદી જામનગરની મુલાકાતે: બપોરે સોમનાથ દાદાનાં દર્શન કરશે


જામનગર, 2 માર્ચ, 2025: વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાન જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી. એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા વડાપ્રધાન મોદીનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. બપોર સુધી PM મોદી વનતારા ખાતે રહેશે જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. જામનગરથી 30 કિમી દૂર રિલાયન્સ રિફાઈનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ ‘વનતારા’ નામને મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી વનતારા પહોંચ્યા છે. જે બાદ વડાપ્રધાન સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે. સોમનાથ બાદ આજે સાંજે સાસણ જશે, જ્યાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.
વનતારા 3000 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો..PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે શરૂ કરાઈ હેલ્પલાઇન