ટ્રેન્ડિંગનેશનલ

સગી દીકરીએ માતાને ઘરમાં બંધક બનાવી ઢોર માર માર્યો, પ્રોપર્ટી ટ્રાંસફર ન કરતા ત્રાસ ગુજાર્યો

Text To Speech

હિસાર, 02 માર્ચ 2025: હરિયાણાના હિસારના આઝાર નગર સાકેત કોલોનીમાંથી એક દીકરી દ્વારા માતા સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. જેોન વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીકરી પોતાની માતા સાથે હેવાનિયત કરતી દેખાઈ રહી છે. હાલમાં પોલીસે પીડિત મહિલાના દીકરાની ફરિયાદના આધારે કેસ નોંધી તપાસ શરુ કરી છે.

આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાધુ રામે જણાવ્યું છે કે, મારપીટ કરનારી મહિલા વિરુદ્ધ અલગ અલગ ધારાઓ અંતર્ગત કેસ નોંધી લેવામાં આવ્યો છે, જેમાં જાનથી મારી નાખવાનો ગુન્હો પણ સામેલ છે. દીકરી દ્વારા માતા સાથે મારપીટ પ્રોપર્ટીને લઈને કરવામાં આવી છે. અમર દીપે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બહેન રીટાના લગ્ન સંજય પૂનિયા સાથે થયા હતા. જો કે લગ્ન બાદ થોડા દિવસ પછી તે આઝાદ નગરમાં માતા સાથે રહેવા લાગી હતી.

થોડા દિવસ સુધી તો તેણે માતા સાથે સારુ વર્તન કર્યું, પણ બાદમાં તે મમ્મીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવા લાગી. સાથે જ તે મમ્મીને મકાન તેના નામે કરવાનું પ્રેશર કરવા લાગી. તેમની બહેનનો પતિ બેરોજગાર છે. એટલા માટે માના નામે રહેલી જમીન પોતાના નામે કરાવવાનું પ્રેશર બનાવી રહ્યા છે. જમીન તેમના નામે નહીં કરતા માને ઘરમાં બંધક બનાવેલા છે.

પીડિતનું કહેવું છે કે તે પોતાની માતા પાસે આવે છે, તો તેમના પર ખોટા આરોપ લગાવે છે. આવા સમયે આઝાદ નગર ઈન્ચાર્જ સાધુ રામને અનુરોધ કર્યો છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે. સાથે બહેન અને તેના પતિને માતાના ઘરમાંથી બહાર કાઢે. હાલમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: કાળા પાણીએ રડવા મજબૂર બન્યા રાજસ્થાનના ખેડૂતો, કેટલાય વિસ્તારમાં કરા પડતા ઊભો પાક બરબાદ થયો

Back to top button