કાળા પાણીએ રડવા મજબૂર બન્યા રાજસ્થાનના ખેડૂતો, કેટલાય વિસ્તારમાં કરા પડતા ઊભો પાક બરબાદ થયો


શેખાવટી, 02 માર્ચ 2025: રાજસ્થાનમાં ફરી એક વાર હવામાનનો મિજાજ બદલાયો છે. અહીં વરસાદની સાથે સાથે કરા પડવાના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજસ્થાનમાં હાલમાં કરા પડી રહ્યા છે. તો વળી હવામાન વિભાગનું માનવું છે કે, લોકોને હમણાં કરાથી રાહત મળવાની નથી. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તો વળી વરસાદને લઈને હવામાન વિભાગે લોકોને સાવધાન કર્યા છે. કરા પડવાના કારણે ખેડૂતોને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી પાકને ભારે નુકસાન થયું છે.
કરા પડવાથી પાકને ભારે નુકસાન
હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં શુક્રવાર સાંજે થયેલા ભારે વરસાદ અને કરાથી આ વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ ગઈછે. ચૂરુ અને ઝુંઝુનૂમાં અચાનક આવેલી આ પ્રાકૃતિક આપદાએ ખેડૂતોને કાળા પાણી રડવા માટે મજબૂર કર્યા છે. કરા પડવાના કારણે સરસવ, ચણા સહિતના અન્ય પાકને ભારે નુકસાન થયું છે. આ પાક લગભગ તૈયાર થઈ ગયો હતો, પણ કરા પડવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી પરી વળ્યું. ખેતરમાં સફેદ કરાથી ગામલોકો પણ ચોંકી ગયા છે. બરબાદ પાકને જોઈ ખેડૂતોના ઘરોમાં માતમ જેવી સ્થિતિ છે અને તેઓ સરકાર પાસેથી યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે.
કેટલીય જગ્યા પર વીજળી પણ નથી
તો વળી કરા પડવાની સાથે સાથે ભારે પવન અને તોફાનના કારણે કેટલાય વિસ્તારોાં થાંભલા અને ઝાડ ઉખડી ગયા. તેનાથી ગામડાઓમાં વીજળીની સપ્લાઈ ઠપ થઈ ગઈ. લોકો આખી રાતે અંધારામાં રહેવા મજબૂર બન્યા. કેટલીય જગ્યાએ પર વીજળીના તાર તૂટી જવાથી ગામલોકો હેરાન થયા. ખેડૂતો પ્રશાસનને કહી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરી રાહત સામગ્રી પુરી પાડે. અધિકારીઓનું કહેવું છે કે, સર્વે કરી પ્રભાવિત ખેડૂતોને દરેક શક્ય મદદ આપવામાં આવશે.
આ પણ વાંચો: ભયંકર દુર્ઘટનામાં 37 લોકોના મૃત્યુ, 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, બોલીવિયામાં 2 બસ વચ્ચે અકસ્માત