મણિપુરમાં શાંતિ સ્થાપવા ચક્રો ગતિમાન: અમિત શાહે યોજી બેઠક

મણિપુર, 1 માર્ચ, 2025: છેલ્લા 2 વર્ષથી મણિપુરમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની છે; અત્યાર સુધીમાં હિંસામાં 250 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકો બેઘર બન્યા છે. હાલમાં, આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, આ સંદર્ભમાં, મણિપુરની સુરક્ષા અંગે ગૃહમંત્રી અમિત શાહની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સુરક્ષા દળોને 8 માર્ચથી મણિપુરના તમામ રસ્તાઓ પર લોકોની અવરજવરને અવરોધ વિના સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સુરક્ષા દળોને 8 માર્ચથી મણિપુરના તમામ માર્ગો પર લોકોની અવરજવરને અવરોધ વિના સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમિત શાહે આમાં અવરોધો ઉભા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગૃહમંત્રીએ મણિપુરમાં રાજ્યની એકંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને મણિપુર સરકાર, સેના અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, તેમણે કહ્યું કે કેન્દ્ર રાજ્યમાં કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભમાં તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી આ પહેલી બેઠક હતી. સરહદી સુરક્ષા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ગૃહમંત્રીએ આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા ફેન્સિંગના કામમાં ઝડપ લાવવા પર ભાર મૂક્યો. ઉલ્લેખનીય છે કે ઘૂસણખોરી રોકવા માટે સરકાર આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર ફેન્સિંગ કરી રહી છે.
મણિપુરને ડ્રગ ફ્રી બનાવવાની દિશામાં પણ રાજ્યની પોલીસ કામ કરી રહી છે. ગૃહમંત્રીએ સમીક્ષા બેઠકમાં ડ્રગ ટ્રેડના સમગ્ર નેટવર્કને ખતમ કરવાની દિશામાં કામ કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યા છે. જ્યારે જુદાં-જુદાં જૂથો દ્વારા જે હથિયારોની તસ્કરી કરવામાં આવી રહી છે તેની ઉપર પણ મોટાપાયે કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તેઓ મણિપુરમાં જનજીવન વહેલી તકે સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો..કેન્સરના એક દુર્લભ પ્રકારના ઉપચાર માટે અમદાવાદની સંસ્થા કામગીરી કરશેઃ જાણો પૂરી વિગત