મેચ જીત્યા વિના જ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું,અફઘાનિસ્તાનનું સ્વપ્ન ચકનાચૂર


કરાચી, ૦૧ માર્ચ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ચાર સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો નક્કી થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા પછી હવે દક્ષિણ આફ્રિકાની ટીમે પણ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવેશ સાથે, અફઘાનિસ્તાનની આશાઓનો અંત આવી ગયો છે. જો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત મેળવી હોત, તો અફઘાનિસ્તાનને તક મળી હોત. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 179 રનમાં જ આઉટ થઈ ગઈ.
જોકે, સેમિફાઇનલ મેચમાં કઈ ટીમ કોની સામે ટકરાશે તે 2 માર્ચ (રવિવાર) ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પછી જ જાણી શકાશે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી. જ્યારે ગ્રુપ-બીમાંથી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ આ સિદ્ધિ હાંસલ કરી.
જો ઈંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા સામે 207 રનથી જીતી ગઈ હોત તો જ અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી હોત. જેથી દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ અફઘાનિસ્તાન કરતા ઓછો થાય. જોકે, કરાચીના મેદાન પર ઇંગ્લિશ બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું અને ટીમ પૂરી 50 ઓવર રમી શકી નહીં.
ઝેલેન્સ્કી-ટ્રમ્પ વચ્ચેની તકરારમાં તૂટયો મોટો ખનિજ સોદો, અમેરિકા કે યુક્રેન, કોને થશે નુકસાન?
ચેમ્પિયન્સ ટ્રોફીની બાકીની મેચો:
૨ માર્ચ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
૪ માર્ચ – સેમિફાઇનલ ૧, દુબઈ
૫ માર્ચ – સેમિફાઇનલ ૨, લાહોર
9 માર્ચ – ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
૧૦ માર્ચ – અનામત દિવસ
પીએમ મોદીએ લુટિયન્સ જમાત અને ખાન માર્કેટ ગેંગ કહી કોની ઉડાવી મજાક? જાણો
Champions Trophy 2025: ઇબ્રાહિમ ઝદરાનની સદી પાકિસ્તાન માટે બની ભારે ‘અપમાન’
કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં