જો આ ત્રણ પરિબળો એક સાથે ઉદભવે તો બજારમાં ઘટાડો આગળ ચાલશે

મુંબઇ, 1 માર્ચઃ શેરબજારમાં છેલ્લા પાંચ મહિનાઓમાં બજારમાં 16 ટકા કરેક્શન થયુ છે. ત્યારે નિષ્ણાતોના મતે હજુ પણ બજારમાં ઘટાડો આગળ ચાલી શકે તેવું જોખમ રહેલુ છે. તેમના અનુસાર જો અહીં દર્શાવેલ ત્રણ પરિબળો એક સાથે ઉદભવે તો વધુ ઘટાડો થઇ શકે છે. જેમાંનું એક છે પ્રવર્તમાન ઘરેલુ મંદી વધુ સ્ટ્રક્ચરલમાં રૂપાંતર થશે અને બીજુ, નિકાસ કરતી કંપનીઓ માટે બીજુ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ ઝળૂંબી રહી છે.
ત્રીજુ પરિબળ એ થે જો ઇક્વિટી રોકાણકારો તેમાંયે ખાસ કરીને નવા રોકાણકારો કે જેઓએ હજુ અર્થપૂર્ણ કરેક્શન જોયુ નથી તેઓ પાછી પાની કરશે. જો આ તમામ જોખમો એક સાથે અસ્તિત્વમાં આવશે તો નબળી નાણાં નીતિને પગલે વધુ 10-15 ટકાનું કરેક્શનની શક્યતા નકારી શકાય નહી.
તેઓ વધુમાં જણાવે છે કે જો આપણે Q3FY25ના પરિણામો જોઇએ તો આવક વૃદ્ધિ એકજડ આંકમાં થઇ છે, જ્યારે પીએટી (કરબાદનો ચોખ્ખો નફો) સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે વાર્ષિક ધોરણે ઘટ્યો છે. ટોચની 100 કંપનીઓમાં આવક અને પીએટીમાં વૃદ્ધિ જોવા મળી હતી તેનાથી નબળી છે. પરિણામે સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે ઇપીએસ 10 ટકા નીચી રહે તેવી સંભાવના છે.
બેન્કો અને નાણા સેવાઓ સિવાયના ક્ષેત્રો પાછલા વર્ષના સપ્ટેમ્બરના ટોચથી ઘણા નીચે ચાલી રહ્યા છે. જ્યારે કન્ઝ્યુમર, એફએમસીજી અને મીડિયો શેરોને નીચી વૃદ્ધિને કારણે અસર પડી છે. 2025ના પ્રથમ છ મહિનામાં ચૂંટણીને કારણે ધીમું પડી ગયેલુ સરકારી ખર્ચમાં હવે ઝડપ દેખાઇ રહી છે. જેનાથી રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ શેરોની આવકમાં વૃદ્ધિને ાગળ ધપાવશે પરંતુ નવા ઓર્ડરો મોટી સંખ્યામાં હશે. તેથી Q4ના પરિણામો બાદ અર્થપૂર્ણ મૂલ્યાંકન રિ-રેટિંગ માટે હાલમાં કોઇ મજબૂત પરિબળો દેખાતા નથી.
ટ્રમ્પ વહીવટીતંત્રનો માને છે કે અન્ય દેશોની સરખામણીમાં અમેરિકામાં ટેરિફ દર ઘણા છે. ઉપરાંત, ચીન જેવા અન્ય દેશોથી વિપરીત, ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ રત્નો/ઝવેરાત, મોબાઇલ ફોન, ફાર્મા, રસાયણો અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોમાં કેન્દ્રિત છે. તેથી જો અમેરિકા ઇચ્છે છે કે ભારત વધુ યુએસ લિક્વિફાઇડ નેચરલ ગેસ, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ સાધનો ખરીદે, તો આ શ્રેણીઓ પર આપણા પોતાના ટેરિફ દર ઘટાડવા માટે આપણને અને અન્ય દેશોને ડરાવવા માટે પારસ્પરિક ટેરિફની ધમકી આપવી એ કદાચ તર્કસંગત છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં બ્લેક ફ્રાઈડે : સેન્સેકસ 1414 અને નિફ્ટીમાં 422 પોઈન્ટનો કડાકો નોંધાયો