ગુજરાતઃ AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

ગાંધીનગર, 1 માર્ચ : ગુજરાત સરકાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST)ના નેતૃત્વ હેઠળ નવપ્રયોગ, સુશાસન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Al)ને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા GIFT સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ(AI CoE)ની સ્થાપના કરવા, AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, AI ટાસ્કફોર્સ અને AI કાર્ય યોજના તૈયાર કરવા, AI સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે AI આધારિત ઉપાયો વિકસાવવા, GPU-આધારિત AI માળખા માટે સહયોગ કરવો, તેમજ સેવા તરીકે AI-Bot અને AI-સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે.
આ પહેલ રાષ્ટ્રીય AI મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે અને તે ગુજરાતને AI-આધારિત પરિવર્તનમાં અગ્રણી તરીકેનું સ્થાન અપાવે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય(MeitY), NASSCOM અને માઇક્રોસોફ્ટના સહયોગથી AI સેન્ટર ઓફ એક્સેલન્સ(AI CoE)ની સ્થાપના કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ઉત્પાદન, આરોગ્યસંભાળ, કૃષિ, શાસન અને શહેરી વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોમાં AI અપનાવવા માટે એક સમર્પિત કેન્દ્ર તરીકે AI CoE કામગીરી કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ, વિવિધ હિતધારકોને AI માં કુશળ બનાવવા માટે AI આધારિત પ્રારંભિક પરિયોજના, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અને AI સાક્ષરતા કાર્યક્રમોને સમર્થન આપવાનો છે. AI અંગે જાગૃતિ વધારવા, તકનીકી ક્ષમતાઓનું નિર્માણ કરવા અને શાસનમાં AIના સંકલનને પ્રોત્સાહન આપવા માટે AI સાક્ષરતા અને તાલીમ પહેલના ભાગ રૂપે, ગુજરાત સરકારના અધિકારીઓ માટે સમર્પિત AI કાર્યશાળા અને તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે અને AI સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ રાજ્યના સર્વગ્રાહી AI કૌશલ્ય વિકાસ માળખાનો એક અભિન્ન હિસ્સો છે, અને તે સરકારી વિભાગો અને હિતધારકો માટે ક્ષમતા નિર્માણ અને AI માટેની તત્પરતા સુનિશ્ચિત કરે છે.
AI-આધારિત નવપ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે, એન્ક્રોચમેન્ટ ડિટેક્શન, ફેસિયલ રેકોગ્નિશન બેઝ્ડ વિઝિટર ટ્રેસિંગ, બાઇ-લિંગ્વલ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR), અને ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ રેકગ્નિશન જેવી મહત્વની સમસ્યાઓના AI-આધારિત નિરાકરણ લાવવા માટે સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક બાબતો અને ઔદ્યોગિક અગ્રણીઓને પ્રોત્સાહન આપવા માટે AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવી છે.
આ પહેલ હેઠળ ચોક્કસ ઉદ્યોગ આધારિત ઉપયોગના કેસોમાં AI-આધારિત કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો, EV ચાર્જિંગ સ્ટેશનોની ભાવિ જાળવણી, AI-આધારિત સર્જિકલ પ્લાનિંગ અને લેગસી મેડિકલ રેકોર્ડનું ડિજિટાઇઝેશનનો સમાવેશ થાય છે.
શાસનમાં AIની પરિવર્તનશીલ ભૂમિકાના કારણે, AI આધારિત વ્યૂહરચનાઓ ઘડવા અને અમલમાં મૂકવા માટે AI ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્કફોર્સ હેઠળ વિકસાવવામાં આવી રહેલી AI કાર્ય-યોજના, ગુજરાતની AI ક્ષમતાઓને વધારવા માટે ક્ષેત્રીય AI વ્યૂહરચનાઓ, નીતિ વિષયક ભલામણો અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોને વ્યાખ્યાયિત કરશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) ના અધિક મુખ્ય સચિવ/અગ્રસચિવ/સચિવ AI ટાસ્કફોર્સ સમિતિના અધ્યક્ષ છે અને તેમાં ICT અને ઇ-ગવર્નન્સ નિયામકની કચેરી (GOG), IIT ગાંધીનગર, IIIT, NIC, C-DAC, Nvidia, iSPIRIT અને ઇન્ડિયા AI મિશનના વરિષ્ઠ સભ્યો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
AI આધાર માળખા અને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) દ્વારા GIFT સિટી ખાતે બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI)ના ક્ષેત્રમાં AI ક્લસ્ટરની રચના કરવા માટે IBM સાથે સહયોગ કર્યો છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે AI અને ઉભરી રહેલી પ્રૌદ્યોગિકી અંગેના તાલીમ કાર્યક્રમો પૂરા પાડવા માટે Intel સાથે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનાથી ડિજિટલ તૈયારી અને કાર્યબળ વિકાસ સુનિશ્ચિત થશે.
ગુજરાત, હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ(HPC) જરૂરિયાતોના સમર્થન માટે રાજ્ય ડેટા સેન્ટર (SDC)માં GPU-આધારિત Al આધાર માળખાનો વિકાસ કરી રહ્યું. સરકાર, AI આધારિત સંશોધન અને શાસન એપ્લિકેશનોને સુદ્રઢ બનાવવા માટે CDAC AIRAWAT AI પ્લેટફોર્મની શક્યતાઓ તપાસી રહી છે જેનાથી બહોળા પ્રમાણમાં AI વિશ્લેષણ અને નમૂનારૂપ તાલીમ માટે સુધારેલી કમ્પ્યુટ ક્ષમતાઓ સુનિશ્ચિત થશે.
ગુજરાત સરકારે લાંબા ગાળાના ડિજિટલ વિઝન સાથે સુસંગત રહીને AI, મશીન લર્નિંગ (ML), બ્લોકચેન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગને અગ્રતા આપવા માટે તેની IT ITS નીતિ (૨૦૨૨-૨૭)માં સુધારો કર્યો છે. આ નીતિ ડેટા સેન્ટર્સ, ડીપ ટેક ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ સહિત પાત્રતા ધરાવતી સંસ્થાઓને મૂડી ખર્ચ (CAPEX) અને સંચાલન ખર્ચ (OPEX) સહાય આપે છે. આ નીતિ, AI નવપ્રયોગોને આગળ વધારવા અને ગુજરાતને ટેકનોલોજી હબ બનાવવા માટે ડીપ ટેક સેન્ટર ઓફ એક્સેલન્સની રચના દ્વારા સંશોધન અને વિકાસ પહેલ, પેટન્ટ ફાઇલિંગ અને AI આધાર માળખાના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
રાજ્ય માટે AI સાક્ષરતા અને કાર્યબળ વિકાસ એ મુખ્ય પ્રાથમિકતાઓ છે. ગુજરાત સરકારે આ નીતિના ભાગ રૂપે, તેના AI સાક્ષરતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મારફત, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને સરકારી અધિકારીઓનું કૌશલ્યવર્ધન કરવા માટે એક વ્યાપક AI તાલીમ અને પ્રમાણીકરણ માળખું તૈયાર કર્યું છે. રાજ્યએ, માળખાગત AI તાલીમ મોડ્યુલ્સ અને પ્રમાણીકરણ કાર્યક્રમો શરૂ કરવા માટે IBM, AWS, TCS, L&T EduTech અને NVIDIA જેવા વૈશ્વિક પ્રૌદ્યોગિકી અગ્રણીઓ સાથે ભાગીદારી કરી છે.
ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં AI કૌશલ્ય વિકાસને સુગમ બનાવવા માટે ગુજરાતની યુનિવર્સિટીઓ અને તકનિકી સંસ્થાઓની તાલીમ આપનાર તરીકે ઓળખ કરવામાં આવી છે. નિર્ણાયકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને નીતિ ઘડનારાઓને AI એપ્લિકેશનો અંગેનો વ્યવહારિક અનુભવ મેળવી શકે તે માટે Google, Microsoft અને NVIDIA સાથેના સહયોગથી કાર્યશાળાઓ, તાલીમ કાર્યક્રમો અને હેન્ડ્સ-ઓન લેબ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નિર્ણાયકો(સત્તાધિકારીઓ), ઉદ્યોગ વ્યાવસાયિકો અને નીતિ ઘડનારાઓને AI એપ્લિકેશન્સનો વ્યવહારુ અનુભવ મેળવવા માટે સક્ષમ બનાવવા Google, Microsoft અને NVIDIAના સહયોગથી પ્રયોગશાળાઓ(Labs) સંચાલિત થઈ રહી છે.
આ પણ વાંચો :- ગોવિંદાથી કોઈ અલગ કરીને તો બતાવે, ડિવોર્સની અફવાઓ વચ્ચે સુનીતા આહૂજાનો વીડિયો વાયરલ