ટ્રેન્ડિંગબિઝનેસ

જાણો, નવનિયુક્ત સેબી વડાની એર ઇન્ડિયાના વેચાણ, એલઆઇસીના આઇપીઓમાં શું ભૂમિકા હતી

Text To Speech

નવી દિલ્હી, 1 માર્ચઃ હાલમાં કેન્દ્રમાં નાણાં અને મહેસુલ સચિવ તરીકે ફરજ બજાવતા તુહીન કાંતા પાંડેને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના નવા ચેરપર્સન તરીકે આજથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે. તેમનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે. 1987ના ઓડીશા કેડરના આઇએએસ પાંડે સેબીના પૂર્વ ચેરમેન માધવી બૂચના અનુગામી બનશે. માધવી બૂચનો સમયગાળો ગઇકાલે એટલે કે 28 ફેબ્રુઆરીએ પૂરો થઇ ગયો છે. બહુ ઓછા લોકો જાણે છે કે તુહીન કાંતા પાંડેએ એર ઇન્ડિયાના ખાનગીકરણ અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના લિસ્ટીગમાં અગત્યની ભૂમિકા બજાવી હતી.

ઉપરોક્ત બન્ને ઘટના સમયે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પલ્બિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)માં 2019થી સચિવ હતા. આ બન્ને કાર્યોને તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. તેમને ચાલુ વર્ષના કેન્દ્રિય બજેટ પૂર્વે જ મહેસુલ સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા. હવે સેબીમાં તેમની પરીક્ષા થશે.

હાલના સેબી ચેરમેને DIPAMમાં તેમના કાર્યકાળ દરમિયાન તેણે ભારતના ખાનગીકરણના પ્રયાસોને કુશળતાપૂર્વ ખાળ્યા હતા. જેમાં કોવિડ 19 રોગચાળાને કારણે ઊભા થયેલા આર્થિક વિક્ષેપોની વચ્ચે પણ વેચાણને શક્ય બનાવ્યુ હતું. કેન્દ્રના શેરવેચાણના ટાર્ગેટમાં અનેક વખત સુધારાઓ આવ્યા હતા ત્યારે તેમણે લાંબા ગાળાથી પડતર એવા એર ઇન્ડિયાનુ વેચાણ ટાટા ગ્રુપને કર્યુ હતું એટલુ જ ની એલઆઇસીની પ્રારંભિક જાહેર ઓફરને પણ શક્ય બનાવી હતી.

કેન્દ્રીય સ્તરે, તેમણે વાણિજ્ય મંત્રાલય અને કેબિનેટ સચિવાલયમાં ભૂમિકાઓ નિભાવી છે અને સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન (UNIDO)ના પ્રાદેશિક કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2009 માં, પાંડેને પાંચ વર્ષ માટે આયોજન પંચમાં સંયુક્ત સચિવ તરીકે અને પછી બે વર્ષ માટે કેબિનેટ સચિવાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ટાઈમ ટ્રાવેલરનો દાવો કરનાર વ્યક્તિએ 2025ને લઈને કરી ડરામણી ભવિષ્યવાણી

Back to top button