ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

Aadhaar: ભારત સરકારે પ્રાઈવેટ કંપનીઓને આ મોટી મંજૂરી આપી; યુઝર્સને ફાયદો કે નુકસાન?

HD ન્યુઝ ડેસ્ક :  ભારત સરકારે પ્રાઈવેટ મોબાઈલ એપ્સમાં આધાર-ઈનેબલ ફેસ ઓથેટિંકેશનને (Aadhaar) સામેલ કરવાની પરવાનગી આપી છે. યુઝર્સને આનો ફાયદો થશે.

યુઝર્સની Identity Verification  સુરક્ષિત અને સરળ બનાવી શકાય છે. એટલું જ નહીં, આ પગલું ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં, સેવાઓની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવામાં અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે. આ સિવાય ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ-કોમર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટાલિટી, એગ્રીગેટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર જેવા અન્ય ક્ષેત્રોને ફાયદો થશે.

આધાર-ઈનેબલ ફેસ ઓથેટિંકેશનનો ઉપયોગ
E-KYC વેરિફિકેશન, ઈમ્પલોઈ અંટેંડેંસ માર્ક , કસ્ટમર ઓનબોર્ડિંગ સાથે પરીક્ષા નોંધણી આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કરી શકાય છે. આ બાયોમેટ્રિક ઓથેંટિકેશન સિક્યોર અને ઝડપી સર્વિસ આપશે. OTP અથવા દસ્તાવેજો પર નિર્ભરતા પણ ઓછી હશે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ અને ITનું માનીએ તો આ મોટો નિર્ણય આધાર (Aadhaar) ઓથેંટિકેશન ફોર ગુડ ગવર્નન્સ એમેન્ડમેન્ટ રૂલ્સ, 2025 હેઠળ લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય સુશાસન અને સેવા વિતરણમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ (swik.meity.gov.in) પણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં તમને ઓથેટિંકેશન સેવાઓ માટે એપ્લિકેશન અને ઓનબોર્ડિંગ પ્રક્રિયા સંબંધિત માર્ગદર્શિકા મળશે. MeitY સેક્રેટરી એસ. કૃષ્ણને આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમાર, એનઆઈસીના ડાયરેક્ટર જનરલ ઈન્દર પાલ સિંહ સેઠી, યુઆઈડીએઆઈના ડીડીજી મનીષ ભારદ્વાજ અને અમોદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર હતા.

MeitY સેક્રેટરી એસ. ક્રિષ્નને કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ આધાર મદદ કરી રહ્યું છે. આધાર કાર્ડની મદદથી ગુડ ગવર્નન્સ પોર્ટલને બહેતર બનાવવામાં આવી રહ્યું છે.”

આ સિવાય આધાર કાર્ડ (Aadhaar) સુધારણા માટેની મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. જોકે, મોબાઈલ નંબર અપડેટ કરવાની કોઈ મર્યાદા નથી. આધાર કાર્ડમાં (Aadhaar) નામ પણ અપડેટ કરી શકાય છે, જો કે આ સુધારો માત્ર બે વાર જ કરી શકાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ફજેતી થઈ: ચાલુ મેચમાં વરસાદ થતાં વાઈપર લઈને સાફ કરવા લાગ્યા, દેશી જુગાડ જોઈ લોકોએ ટ્રોલ કર્યા

Back to top button