ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારતે 2047 સુધીમાં ઊંચી આવકવાળુ અર્થતંત્ર બનવા 7.8 ટકાની વૃદ્ધિ જરૂરી

Text To Speech

નવી દિલ્હી, 1 માર્ચઃ ભારતે જો પોતાને 2047 સુધીમાં ઊંચી આવકવાળુ અર્થતંત્ર બનાવવું હશે તો 7.8 ટકાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કરવો પડશે અને તેના માટે સુધારાઓને વેગ આપવો પડશે એમ વર્લ્ડ બેન્કે તેના એક અહેવાલમાં જણાવ્યુ હતું. આ લક્ષ્યાંક હાંસલ કરવા મટે ભારતને નાણાંકીય ક્ષેત્રે તેમજ જમીન અને શ્રમ માર્કેટમાં સુધારો કરવા પડશે એમ વર્લ્ડ બેન્કે ‘બિકમીંગ અ હાઇ-ઇનક્મ ઇકોનોમિ ઇન જનરેશન’ નામના એક અહેવાલમાં સુચવ્યુ હતું.

ભારતના 200થી 2024 વચ્ચે 6.3 ટકાના ઝડપી દરે વૃદ્ધિ કરી હોવાની બાબતને ઓળખી કાઢતા આ અહેવાલમાં નોંધ્યુ છે કે ભારતની ભૂતકાળની સિદ્ધિઓ તેની ભવિષ્યની મહત્ત્વાકાંક્ષાઓનો પાયો નાખે છે.

આમ છતાં ભારતે 2047માં ઊંચી આવક ધરાવતા અર્થતંત્ર બનવાના મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ સુધી પહોંચવા માટે કારોબારમાં પ્રવર્તમાન કામગીરી કારગત નીવડશે નહી. 2047 સુધીમાં ઊંચી આવકવાળુ અર્થતંત્ર બનવા માટે તેની માથાદીઠ GNI (ગ્રોસ નેસનલ ઇન્કમ)માં પ્રવર્તમાન સ્તરેથી આઠ ગણો વધારો કરવો પડશે, વૃદ્ધિને વધુ આગળ ધપાવવી પડશે અને તે આગામી બે દાયકા સુધી ઊંચા સ્તરે જ રહેવી જોઇએ જે એવી બાબત છે કે બહુ ઓછા દેશો ટકાવી શક્યા છે.

આ લક્ષ્યાંકને પહોંચી વળવા ઓછા ફળદાયી બાહ્ય પરિસ્તિતિને જોતા ભારતે તેના આગળ ધપી રહેલા પ્રયત્નોને જ નહી પરંતુ સુધારાઓમાં પણ વધારો કરવો પડશે અને તેને વધુ વેગવાન બનાવવા પડશે.

તાજેતરના વર્ષોમાં ભારતે દેશને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરવાની દિશામાં અસંખ્ય આંતરમાળખાગત સુધારાઓ રજૂ કર્યા છે, જેમાં આંતરમાળખીય ક્ષેત્રને પ્રોત્સાહન, માનવ મૂડીમાં સુધારો કરવો અને ડિજીટાઇઝેશનનો લાભ ઉઠાવવો અને વ્યાપક આર્થિક સ્થિરતાને ટેકો આપવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

Back to top button