મહાકુંભથી પરત આવતા સુરતના પટેલ પરિવારની કારનો અકસ્માત, દંપતી સહિત 4ના મૃત્યુ


ઝાંસી, 28 ફેબ્રુઆરી : યુપીના ઝાંસીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ઝાંસી-કાનપુર NH પર સુલતાનપુરા ઓવરબ્રિજ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. મહાકુંભ પ્રયાગરાજમાં સ્નાન કરીને સુરત જઈ રહેલા દંપતી સહિત ચાર લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. જ્યારે પુત્રી કારમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ અકસ્માત ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.
મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતા જગદીશભાઈ વિરાણી (ઉ.વ.58), તેમની પત્ની કૈલાશબેન (ઉ.વ.56), સાળો બિપીન ગોયાણી (ઉ.વ.50), તેમની ભાવના બેન (ઉ.વ.48) અને બિપીનની પુત્રી મિલી (ઉ.વ.20) સાથે શુક્રવારે વહેલી સવારે મહાકુંભ પ્રયાગરાજમાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સુલતાનપુરા ઓવરબ્રિજ પર પહોંચતા જ આગળ જઈ રહેલી ટ્રકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી ટ્રેક ડ્રાઈવરે બ્રેક મારી હતી. દરમિયાન તેણે સંતુલન ગુમાવ્યું હતું અને કાર પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે તેના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારમાં ફસાઈ જતાં જગદીશ, કૈલાશ બેન અને બિપિનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાવના અને મીલી ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ તુલસીરામ પાંડે, એસઆઈ દેવંદ સિંહ, મુનીન્દ્ર મિશ્રા પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળની તપાસ કરી હતી.
કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢીને તાત્કાલિક મેડિકલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી ભાવનાને ગ્વાલિયર રિફર કરવામાં આવી હતી. ત્યારબાદ રસ્તામાં તેનું પણ મોત થયું હતું. જ્યારે મિલીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
આ પણ વાંચો :- દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 4.758 અબજ ડોલરનો વધારો, જાણો કેટલો છે સોનાનો ભંડાર