અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

નર્મદા: સાગબારા તાલુકા સરપંચ યુનિયને MLA વિરુદ્ધ કર્યાં આક્ષેપ, કહ્યું; કામોની વર્ક ઓર્ડર ગ્રામપંચાયતને જ મળવા જોઇએ

Text To Speech

28 ફેબ્રુઆરી 2025 નર્મદા;  સાગબારા તાલુકા સરપંચ યુનિયન દ્વારા સાગબારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને ફરિયાદ કરાઇ છે કે ગુજરાત સરકારના 29/08/2012 વર્ષના પરીપત્ર મુજબ વિકાસના 500000/- થી નીચેના કામો ગ્રામ પંચાયતને કરવાનો હુકમ કરેલ હોવા છતાં વહીવટ તથા કામોનો વર્ક ઓર્ડર ધારાસભ્યના વચેટીયાઓ કરી જાય છે. અમને કોઈ પણ જાતની જાણકારી આપવામાં આવતી નથી, જે બાબતે મોટી સંખ્યામાં સાગબારા તાલુકાના ગામોના સરપંચોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે કેવા પ્રકારની રજૂઆત હતી સમજીએ વિગતવાર!

MLA ની ધાક ધમકી આપે છે; સરપંચ યુનિયન
કોલવાણ ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે આજે સાતબારા તાલુકાના 21થી વધુ ગામોના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઇ છે કે ગુજરાત સરકારનાં 29/08/2012 વર્ષના પરીપત્ર મુજબ વિકાસના 500000/- થી નીચેના કામો ગ્રામ પંચાયતને કરવાનો હુકમ કરેલ હોઈ, પરંતુ અહી સાગબારા તાલુકાનાં ધારાસભ્યના કાર્યકરો કે હોદેદારો અમારા ધારાસભ્યએ આયોજન કરેલ કામો અમે કરીશું ભલે તમે સરપંચ હોઈ કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોઈ પણ ધારાસભ્યના કામો કોઈને પણ કરવા દેવામાં આવશે નહીં તેવી ધમકી આપે છે. અને સરપંચ કે ચૂંટાયેલા પ્રતિનિધિને વિશ્વાસમાં લીધા વગર બારોબાર મનફાવે તેવા એમની મનમરજીથી કામો કરી જાય છે. દરેક કામોની જાળવણી ગ્રામપંચાયતની હોઈ જે કામની અમને જાણજ નથી એવા કામોની કબજા રસીદ તેમજ બિલ લેવા આવે છે. અને અમે ના પાડીએ ત્યારે ધારાસભ્યની ધાક ધમકી આપે છે, તેમજ તમારી તમામ ગ્રામપંચાયતો પર માહિતી અધિકાર નિયમ મુજબ ખોટી આર.ટી.આઈ કરવાની ધમકી આપે છે.

બારોબાર થતા કામ ઉપર રોક લાગવી જોઈએ
સાગબારા તાલુકાના 21 થી વધુ ગામોના સરપંચોએ માંગણી કરી હતી કે જેથી હવે પછી 500000/- ની નીચેના કામોની વહીવટી કે વર્કઓર્ડર ગ્રામપંચાયતને જ મળે અને બારોબાર થતા કામો કોઈપણ વચોટિયાઓને કામો કરી ના જાય તેવી આશા રાખીએ છીએ અને હવે પછી કોઈ પણ મળતિયા દ્વારા તમામ તાલુકાનાં સરપંચોને ધાક ધમકી ન આપે એવી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Back to top button